Narayan Sai Temporary Bail : દુષ્કર્મના કેસમાં નારાયણ સાંઇને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં નારાયણ સાંઇ 11 વર્ષ બાદ પિતા સાથે 4 કલાક મુલાકાત કરશે. સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઇને જામીન મળ્યા છે. મહત્વનું છે કે, માનવતાના ધોરણે હાઇકોર્ટે અરજી મંજૂર કરી છે. નોંધનિય છે કે, દુષ્કર્મના કેસમાં નારાયણ સાંઇ લાજપોર જેલમાં બંધ છે તો દુષ્કર્મના કેસમાં આસારામ જોધપુર જેલમાં બંધ છે.
લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઇને જામીન મળ્યા છે. મહત્વનું છે કે, 11 વર્ષ બાદ દુષ્કર્મી નારાયણ સાંઇ પિતા આસારામ સાથે મુલાકાત કરી શકશે. વાસ્તવમાં દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ પિતા આસારામ સાથે 11 વર્ષથી મુલાકાત ન કરી હોવાથી ગુજરાત હાઇકોર્ટે માનવતાના ધોરણે અરજી મંજૂર કરી છે. જોધપુર જેલમાં આસારામ સાથે 4 કલાક મુલાકાતની મંજૂરી આપી છે. અહી એ પણ નોંધનિય છે કે, દુષ્કર્મના આરોપમાં આસારામ જોધપુર જેલમાં બંધ છે તો નારાયણ સાંઇ સુરતની લાજપોર જેલમાં બંધ છે. જેથી હવે નારાયણ સાંઇને સુરત જેલથી હવાઇ માર્ગે જોધપુર લઇ જવાશે.
આ સાથે ગુજરાત હાઇકોર્ટે નારાયણ સાંઇને અવર-જવરના ખર્ચ પેટે 5 લાખની રકમ સચિન પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા હુકમ કર્યો છે. આ સાથે જોધપુર જેલમાં મુલાકાત બાદ લાજપોર જેલ લાવ્યા બાદ રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરવા હુકમ કરાયો છે. જેથી કોર્ટે આદેશ કરતા નારાયણ સાંઈને ફ્લાઇટ દ્વારા સુરતથી જોધપુર જેલ ખાતે પોલીસ જાપ્તામાં બાય ફ્લાઇટ લઈ જવાશે. જેમાં એક ACP, એક PI, 2 હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલ સામેલ થશે. આ તમામ ખર્ચ નારાયણ સાંઈ દ્વારા ચૂકવવામાં આવશે. ખર્ચ પેટે પહેલા 5 લાખ રૂપિયાની ડિપોઝિટ સરકારી તિજોરીમાં જમા કરાવવાની રહેશે. નારાયણ સાંઈ આસારામને 4 કલાક સુધી જોધપુર જેલમાં મળી શકશે. પિતા-પુત્ર સિવાય અન્ય કોઈ વ્યક્તિ બંનેને મળી શકશે નહીં. સમય અને દિવસ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવશે. 7 દિવસની અંદર નારાયણ સાંઈ ડિપોઝિટ જમા કરાવશે. ઓર્ડરની કોપી જેલ ઓથોરિટીને ફેક્સ અને ઇ-મેઈલ દ્વારા મોકલવામાં આવશે.
નારાયણ સાઈએ અવર-જવરના ખર્ચ પેટે 5 લાખ જમા કરાવવા પડશે
હાઇકોર્ટે પોતાના લેખિત આદેશમાં એ પણ જણાવ્યું છે કે ક્યારે કઈ ફ્લાઈટ હશે, શું સમય હશે અને કયા રૂટથી લઈ જવામાં આવશે, આ બધું સરકાર નક્કી કરશે. જેથી કોઈ ભીડભાડ ન થાય. ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે 7 દિવસમાં પૈસા સરકાર પાસે જમા કરાવવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના લેખિત આદેશ આવ્યા પછી પ્રક્રિયા શરૂ થશે.નારાયણ સાઈને સુરતથી જોધપુર અવર-જવરના ખર્ચ પેટે 5 લાખની રકમ સચિન પોલીસ મથકે જમા કરાવવા હુકમ કર્યો છે. સચિન પોલીસ મથકે ડિપોઝિટ જમાં કરાવ્યા બાદ અવર-જવરના સમય અંગે સરકાર નિર્ણય લેશે. જોધપુર જેલમાં આસારામ સાથે મુલાકાત બાદ પરત લાજપોર જેલ લાવ્યા બાદ રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરવા હુકમ કરવામાં આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube