December 19, 2024
KalTak 24 News
Gujarat

સુરતમાં ચકચારી ઘટના! 4 વર્ષના પુત્રને ઝેર પીવડાવી પત્નીએ પણ ઝેર ગટગટાવ્યું;સારવાર દરમિયાન બન્નેનાં મોત

Consume-Poison-768x432
  • સુરતમાં હીરાદલાલની પત્ની અને પુત્રનો આપઘાત
  • પુત્રને ઝેર પીવડાવી પોતે પણ દવા પી આપઘાત કર્યો
  • મહિલાએ માતા અને બહેન સાથે વાત કર્યા બાદ પગલું ભર્યું
  • આત્મહત્યા પાછળ આર્થિક સંકળામણ કે ઘરકાંકાસનું કારણ હોવાની શંકા

Surat News: સુરતના ઉત્રાણ વિસ્તારમાં હીરા દલાલની પત્નીએ પોતાના 4 વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ પી લીધું હતું. બાદમાં પતિને જાણ કરી હતી. પતિ હાંફળો-ફાંફળો ઘરે પહોંચ્યો હતો. પત્ની અને પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં માતા-પુત્રનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.આ મામલે ઉત્રાણ પોલીસે (Uttran Police) કાર્યવાહી હાથ ધરી છે. આત્મહત્યા પાછળનું કારણ આર્થિક સંકળામણ અને ઘરકંકાસ હોવાનું હાલ મનાઈ રહ્યું છે.

ઝેરી દવા પી પત્નીએ પતિને જાણ કરી

મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલ ઉત્રાણ વિસ્તારમાં રવિભાઈ ધામત પરિવાર સાથે રહે છે અને હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. રવિભાઇની 26 વર્ષીય પત્ની પાયલબેન દેરાણીની તબિયત સારી ના હોવાથી સાસુમાને તેમના ઘરે મૂકીને પરત આવી હતી.

બાદમાં ઘરે પોતાના 4 વર્ષના પુત્રને અનાજમાં નાંખવાની ઝેરી દવા પીવડાવી દીધી હતી. બાદમાં પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ પાયલે પોતાના પતિને જાણ કરી હતી. જેથી રવિભાઈ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા અને પત્ની તેમજ પુત્રને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા.જયાં સાંજે સારવાર દરમિયાન પાયલનું મોત થયું હતું. જયારે સારવાર દરમિયાન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ પુત્ર માહિરનું પણ મધ્યરાત્રિએ મોત નિપજ્યું હતું.

હીરા દલાલ રવિ અને પાયલના સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા. અને દંપતીને મિહિર નામનો એક પુત્ર અવતર્યો હતો. માતા પુત્રના મોતના બનાવ પાછળનું સાચું કારણ જાણવા પોલીસે મોબાઈલ ફોન કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે.

આત્મહત્યા કરતા પહેલા બહેનને વીડિયો કોલ કર્યો

પોલીસ તપાસ મુજબ, 26 વર્ષીય પાયલ ધામતે આત્મહત્યા કરતા પહેલા માતા અને બહેનને વીડિયો કોલ કર્યો હતો. નવરાત્રી (Navratri 2024) નિમિત્તે 4 વર્ષનાં પુત્ર માટે નવા કપડાં લીધા હતા તે બહેનને બતાવ્યાં હતાં. ઝેરી દવા પીધા પછી પાયલ ઘમાતને ઊલટી થઈ હતી. આથી, તેણીએ પતિનો ફોન કર્યો હતો. પતિએ બંનેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું. માતા અને પુત્રનાં આપઘાત પાછળ હાલ આર્થિક તંગી અને ઘરકંકાસ મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, પોલીસે મૃતક મહિલાનો ફોન જપ્ત કરી પતિ, સગા-સંબંધીઓ અને પાડોશીઓની પૂછપરછ હાથ ધરી વધુ તપાસ આદરી છે.

‘હજુ સુધી ઘરકંકાસનું કારણ સામે આવ્યું નથી’

ઉત્રાણ પી.આઈ. એમ.ઝેડ. પટેલે જણાવ્યું હતું કે, માતા સાથે વીડિયો ઉપર પણ હસી મજાકની વાતો થઈ હતી અને માતા સાથે આ વાત કન્ફર્મ થઈ છે. છતાં હાલમાં ફોન કબ્જે લેવાયો છે અને વધુ તપાસ ચાલુ છે. જો કે, તેમણે આર્થિક સંકડામણની કે ઘરકંકાસની વાત નહીં હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થતું નથી, વધુ તપાસ બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.

માતા-પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ

હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પત્ની અને પુત્રનું મોત નીપજ્યું છે. માતા-પુત્રના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે તો બીજી તરફ પાયલે આ પગલું કેમ ભર્યું તે અંગેનું કારણ હાલ સામે આવ્યું નથી પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

Related posts

અમદાવાદ રથયાત્રા પહેલા આજે ભગવાન જગન્નાથજીએ ધારણ કર્યો ‘સોનાવેશ’,મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા

KalTak24 News Team

સુરતના આર્કિટેક એન્જિનિયરે 7200 ડાયમંડથી તૈયાર કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અનોખું પોટ્રેટ,જન્મદિવસે ગીફ્ટમાં આપવાની છે ઈચ્છા

KalTak24 News Team

વાવ વિધાનસભા પેટા ચૂંટણી 2024ની મત ગણતરીની તૈયારીઓનું જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ કર્યું નિરીક્ષણ;જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં