- સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર
- મહંત દિલીપદાસજી મહારાજને મળી મોટી જવાબદારી
- અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ બન્યા
Mahant Dilipadasji Maharaj News: સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે,સાળંગપુરના ભીંતચિત્રોના વિવાદ બાદ સનાતન ધર્મના સાધુ-સંતો અને મહંતોએ સ્વામિનારાયણ સંપ્રદાય સામે મોરચો માંડ્યો છે. ગઇકાલે લીંબડી ખાતે સંત સમેલન મળ્યું હતું અને આગામી 10 દિવસમાં જૂનાગઢ ખાતે એક વિશાળ સંત સમેલન મળવા જઇ રહ્યું છે. આ બધાની વચ્ચે આજે અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિર ખાતે સંતો-મહંતોની એક મહત્વની બેઠક યોજાઈ છે.
જેમાં અખિલ ભારતીય સંત સમિતિના પ્રાંતિય અધ્યક્ષની નિયુક્તિ અંગે ચર્ચા કરવામાં આવી છેવાત જાણે એમ છે કે, મહંત દિલીપદાસજી મહારાજને મોટી જવાબદારી મળી છે. અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકેની જવાબદારી મહંત દિલીપદાસજી મહારાજને મળી છે.સાળંગપુર વિવાદ બાદ નૌતમ સ્વામીને પ્રદેશ પ્રમુખથી દૂર કરાયા હતા જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અખિલ ભારતિય સંત સમિતિની બેઠકમાં મોહનદાસજી મહારાજ, અખિલેશ્વર દાસજી, આનંદ રાજેદ્રગિરી, ચૈતન્ય શંભુ મહારાજ, ભાવનગરના રાજચંદ્ર દાસજી અને રામમનોહર દાસજી, સુનિલ દાસજી, દામોદરદાસજી સહિતના સંતો હાજર રહ્યા હતા.
સાળંગપુર વિવાદની વચ્ચે હવે મહંત દિલીપદાસજી મહારાજને અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના પ્રમુખની જવાબદારી મળી છે. નોંધનીય છે કે, આ પહેલા અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકે નૌતમ સ્વામી હતા. ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે મળેલી બેઠક બાદ નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી દૂર કરી દેવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે, સાળંગપુર અને કુંડળધામમાં હનુમાનજીને દાસ તરીકે પ્રસ્તૃત કરતી મૂર્તિ અને ભીંતચિત્રો લગાવવામાં આવતા રાજ્યભરમાં તેનો વિરોધ જોવા મળ્યો હતો. સનાતની સંતો અને મહંતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારના હસ્તક્ષેપ બાદ અને અમદાવાદમાં એક બેઠક બાદ ગઇકાલે સાળંગપુર અને કુંડળધામમાં લગાવાયેલા વિવાદિત ભીંતચિત્રો અને મૂર્તિઓ દૂર કરવામાં આવી હતી.
જોકે આ સમગ્ર વિવાદ દરમિયાન નૌતમ સ્વામી દ્વારા કેટલાક વિવાદિત નિવેદનો કરવામાં આવ્યા હતા. જે સંદર્ભે ઉત્તર પ્રદેશના લખનઉમાં મળેલી એક બેઠકમાં નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના પ્રાંતિય અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા અને તેમના સ્થાને કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી મોહનદાસજી મહારાજને સોંપવામાં આવી હતી. આજે અમદાવાદ ખાતે મળી રહેલી એક મહત્વની બેઠકમાં નૌતમ સ્વામીના સ્થાને કોને સમિતિના પ્રાંતિય અધ્યક્ષ બનાવવા એ અંગે ગહન ચર્ચા થવાની છે.
આ પણ વાંચો :-
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube