અમદાવાદ : 29 ફેબ્રુઆરી 2024થી ગુજરાતના મીડિયા જગતમાં ન્યુઝ કેપિટલ(News Capital) ટીવી ચેનલને નવા અધ્યાયનો આરંભ કર્યો છે. ગુજરાતના દરિયા કિનારાના ઘૂઘવાટોથી મંદિરોના રણકાર સુધી, ન્યુઝ કેપિટલ સંસ્કૃતિની સુવાસ ફેલાવતું રહેશે. ગુજરાતની પ્રગતિને બળ આપશે અને તમામ નકારાત્મક સમાચાર ઉપર ફૂલ સ્ટોપ મુકશે.
અહીં સચોટ તથ્યો અને માત્ર વેરીફાઇડ ન્યુઝ જ હશે. ન્યુઝ કેપિટલમાં જોવા મળશે ખાસ કાર્યક્રમ સવારે 6:00 વાગે ભક્તિમય પ્રોગ્રામ પંચામૃતથી દિવસની શરૂઆત થશે. સવારે 7:00 વાગે આપના માટે તાજા સમાચાર. 8:30 વાગ્યે ઓપનિંગ કેપિટલમાં હશે હિસ્સા અને ખિસ્સા એટલે કે નાણાકીય બજારની વાત. સ્પીડ ન્યુઝમાં સમાચારોની ફટાફટ રજૂઆત થશે તો રાત્રે 8 વાગ્યે રજૂ થશે ન્યુઝ કેપિટલના એડિટર જનક દવેનો ખાસ કાર્યક્રમ ફુલસ્ટોપ.
આ સિવાય રાત્રે 9:00 વાગે ખાસ પ્રોગ્રામ હશે પ્રાઈમ ટાઈમ વિથ જીગર જ્યાં અનુભવી પત્રકારો રિયાલિટી સમાચારોની એક નવી જ રજૂઆત કરશે. રાત્રે 9:30 વાગ્યે વિશેષ પ્રોગ્રામ કવર સ્ટોરી રજૂ થશે.આપ GTPL પર 281 અને TATA sky પર 1737 નંબર પર ન્યુઝ કેપિટલ જોઈ શકો છો. તમારા આસપાસ બનતી ઘટનાઓ અને તમારી સમસ્યાઓને વાંચા આપવા માટે સંપર્ક કરો. 9662597625.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube