Mehsana accident News: મહેસાણા જિલ્લાનાં કડી તાલુકામાં એક મોટી દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો જાસલપુર ગામમાં આવેલી એક કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 6 લોકોનાં મોત નીપજ્યા છે. નોંધનીય છે કે, આ દુઃખદ દુર્ઘટના પર પીએમ નરેન્દ્ર મોદીએ વ્યક્ત દુઃખ કર્યુ છે. આ દુર્ઘટનામાં જેમને સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે.
સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ. કંપનીમાં દુર્ઘટના ઘટી
કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં ગોઝારી ઘટના બનતાં ચકચાર મચી જવા પામ્યો હતો. સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ. કંપનીમાં દીવાલ બનાવવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. મજૂરો કંપનીની દીવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક જ માટીની ભેખડ પડતાં 9 મજૂર દટાઈ જવાના સમાચાર આવ્યા છે, જેમાંથી 6 મજૂરનાં મોત નીપજ્યાં છે અને 3 મજૂર હજુ દટાયેલા છે. તેમને JCB વડે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
#UPDATE | Gujarat: 7 people died after the wall of a private company collapsed near Jasalpur village in Kadi taluka of Mehsana district: Tarun Duggal, SP Mehsana https://t.co/EYi6c6pcHv
— ANI (@ANI) October 12, 2024
ભેખડ ધસી પડી
ઘટના સ્થળે હાલમાં એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો પહોંચ્યો છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જાસલપુર -અલદેસણ ગામ વચ્ચે ખાનગી કંપનીમાં આ કરૂણ ઘટના બની છે. અંડર કન્સ્ટ્રક્શન સ્ટીલ કંપનીમાં કામ ચાલતું હતું. તે દરમિયાન અચાનક જ માટીની ભેખડ ધસી પડતા આ ગોઝારી દુર્ઘટના સર્જાઇ છે.
SP, Dy.SP સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
કડી તાલુકાના જાસલપુર ગામે એક ગોઝારી ઘટના સર્જાઈ હતી, જેમાં 6 લોકોનાં મોત થયાં હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે માટીની ભેખડ પડતાં સાતથી વધુ મજૂરો દટાઈ જવાની ઘટનાની જાણ થતાં પોલીસકાફલો દોડી આવ્યો હતો. મહેસાણા જિલ્લા પોલીસવડા તરુણ દુગ્ગલ, Dy.SP મિલાપ પટેલ, કડી પ્રાંત અધિકારી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, સાથે સાથે મહેસાણા ફાયરબ્રિગેડની ટીમ રેસ્ક્યૂ કરવા માટે પહોંચી છે.
10થી વધુ મજુરો દટાયા હતા
મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના કડીના જાસલપુર ગામમાં સ્થિત સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં દિવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક એક માટીની ભેખડ ધસી પડતા 10 જેટલા મજૂરો દટાયા હતા.
પીએમ મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું
An ex-gratia of Rs. 2 lakhs from PMNRF would be given to the next of kin of each deceased in the mishap in Mehsana, Gujarat. Rs. 50,000 would be given to those injured. https://t.co/KUJqI32dEW
— PMO India (@PMOIndia) October 12, 2024
પીએમઓ ટ્વીટ કર્યું કે, “ગુજરાતના મહેસાણામાં દિવાલ ધરાશાયી થવાથી થયેલ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે હું ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ સહાયમાં રોકાયેલ છે: પીએમ”
સહાયની જાહેરાત કરતાં પીએમઓએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં મૃતકના નજીકના સંબંધીઓને PMNRFમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ પણ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું
આ દુર્ઘટનામાં પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂપિયા 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000 ની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવામાં આવશે. https://t.co/PIyI8r5i6L
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 12, 2024
આ ઉપરાંત મુખ્યમંત્રીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું કે, મહેસાણામાં દિવાલ પડવાના લીધે થયેલ જાનહાનિની ઘટના અત્યંત દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. તંત્ર દ્વારા ઈજાગ્રસ્તોના બચાવ અને ઝડપી સારવાર માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકારે પણ સહાય જાહેર કરી છે. આ દુર્ઘટનામાં પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂપિયા 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000 ની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવામાં આવશે.
પોલીસ વડાનું નિવેદન
આ દુર્ઘટના અંગે મહેસાણા જિલ્લા SP તરુણ દુગ્ગલે જણાવ્યું કે, કંસ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ઘસી પડતા સાત મજુરોના મોત થયા છે. પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે છે. મજુરોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તેમજ ઇજાગ્રસ્તોને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. હાલમાં રેસ્ક્યૂની કામગીરી તમામ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.
અમે અપડેટ કરી રહ્યા છીએ…
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube