December 18, 2024
KalTak 24 News
Gujarat

સુરતમાં પાંચ વર્ષની બાળકીને રૂમમાં લઈ જઈ મોટા પપ્પાએ કરી બળજબરી;લોહી નીકળતાં પરિવાર હોસ્પિટલ લઈ ગયો ને ભાંડો ફૂટ્યો

in-surat-it-was-the-grandfather-who-committed-the-rape-with-the-daughter

સુરત : કાપોદ્રા વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી પર તેના જ મોટા પપ્પાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. બાળકીના પ્રાઇવેટ પાર્ટ માંથી લોહી નીકળવાના કારણે પરિવાર બાળકીને લઈને હોસ્પિટલ પહોંચ્યું હતું. ક્યાં બાળકી પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું હતું. બાળકી એ પણ દાદા એ જ આકરા કૃત્ય કર્યું હોવાનું જણાવ્યા બાદ બાળકીના પિતા દ્વારા પોતાના જ ભાઈ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ દ્વારા પણ આરોપી ટ્રેનમાં બેસીને ભાગે તે પહેલા ઝડપી પાડવામાં આવ્યો છે.

આરોપીના 15 વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા

મળતી માહિતી પ્રમાણે શ્રમજીવી પરિવાર કાપોદ્રા વિસ્તારમાં રહે છે અને મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવક પત્ની અને એક પાંચ વર્ષની બાળકી અને મોટાભાઈ સાથે રહે છે. મોટાભાઈના પંદર વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા છે અને તેને એક દીકરી છે. તેના પણ લગ્ન થઈ ગયા છે અને તેને ત્યાં પણ સંતાન છે.

થોડા દિવસ પહેલા આ બાળકીની માતા વતન ગઈ હતી. ગત 16 સપ્ટેમ્બરના રોજ બાળકીની માતા વતનથી પરત ફરી હતી. દરમિયાન બાળકીના પ્રાઇવેટ પાર્ટ માંથી લોહી નીકળી રહ્યું હોવાથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

આરોપી સ્વીકાર કર્યા બાદ ભાગી ગયો

આ મામલે પરિવાર દ્વારા બાળકીની પૂછપરછ કરવામાં આવતા તેને જણાવ્યું હતું કે દાદાએ ખરાબ કર્યું પછી દુખાવો થાય છે. માતાએ આ સાંભળીને ચોંકી ગઈ હતી. આ બાબતે બાળકીના પિતા દ્વારા મોટાભાઈને પૂછતાં તેણે કરેલ ગુનો સ્વીકાર કરી લીધો હતો અને ત્યારબાદ તે ઘરેથી ભાગી ગયો હતો.આ મામલે બાળકીના પિતા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોતાના મોટાભાઈ વિરુદ્ધ દીકરી પર બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા.

ટ્રેનમાં બેસી ભાગે એ પહેલાં આરોપીની ધરપકડ

કાપોદ્રા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીને શોધી કાઢવાની દિશામાં વધુ તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી ઉધના રેલ્વે સ્ટેશન પર છે. જેથી કાપોદ્રા પોલીસની ટીમ ઉધના રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી. 65 વર્ષીય આરોપી ટ્રેનમાં બેસી ભાગે તે પહેલા કાપોદ્રા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

હાલ તો પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીની પૂછપરછમાં મળતી માહિતી પ્રમાણે, 65 વર્ષીય વૃદ્ધને આ પાંચ વર્ષની બાળકી દાદા કહીને બોલાવતી હતી. એક વર્ષ પહેલા પણ આરોપીએ બાળકી સાથે અડપલા કર્યા હતા. ક્યારે પણ જાણ થઈ ગઈ હતી અને પરિવારના સભ્યો હોવાથી વાતને આગળ વધારી ન હતી. દરમિયાન 13 સપ્ટેમ્બરના રોજ બાળકી એકલી મળતા હવસનો શિકાર બનાવી હતી.

 

 

 

 

Related posts

અમદાવાદ/ ગુજરાતી મીડિયા જગતમાં ટીવી ચેનલ “ન્યુઝ કેપિટલ” ની શરૂઆત,વાંચો સમગ્ર વિગતો..

Sanskar Sojitra

સુરતમાં 23 વર્ષથી હત્યાના ગુનામાં ભાગતો ફરતો મોસ્ટ વોન્ટેડ આરોપી મથુરાથી ઝડપાયો,પોલીસથી બચવા સાધુ બનીને ફરતો હતો

KalTak24 News Team

અનોખા લગ્ન/ બે ઘોડા પર ઊભા રહીને અંગદાન જાગૃતિના સંદેશા સાથે વરરાજાની ભવ્ય એન્ટ્રી,કન્યા પક્ષે ઓર્ગન ડૉનેટના પ્લેકાર્ડ સાથે કર્યુ સ્વાગત,VIDEO

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં