Accident on Bhavnagar-Somnath National Highway: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોડની સાઈડ પર પાર્ક કરેલા ડમ્પર પાછળ સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી બસ ઘૂસી ગઈ હતી. જેમાં બસમાં સવાર 6 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા અને 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઇ
આજે વહેલી સવારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ નજીક ભાવનગર – સોમનાથ હાઇવે પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે જ બાળકો સહિત 6 ના મોત નીપજ્યા હતા. જ્યારે 10થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત લોકોને તળાજા તો કેટલાક લોકોને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ તળાજા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે.
ભાવનગર: તળાજાના ત્રાપજ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત:10ને ઈજા#news #bhavmagar #talaja #akshmat pic.twitter.com/s14gjQuEDe
— narendra Ahir (@pithiyanarendra) December 17, 2024
બસના પતરા કાપી મૃતદેહને બહાર કાઢ્યા
મળતી માહિતી અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક સર્જાયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે બસની એક સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
લક્ઝરીના અડધા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો
આ ગોઝારા અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો અને અન્ય વાહનચાલકો એકઠા થયા હતા અને પોલીસ સહિત 108ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તુરંત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુના અડધા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube