ગાંધીનગર: રાજ્યના એસટી નિગમના કર્મચારીઓ માટે એક મોટા ખુશખબર મળી રહ્યા છે એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એસટી નિગમના કર્મચારીઓને હવેથી 50 ટકા મોંઘવારી ભથ્થું મળશે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને ગુજરાતના એસટી નિગમના કર્મચારીઓને આ ખુશખબર આપ્યા છે.
આ નિર્ણયથી રૂપિયા 125 કરોડની થશે ચૂકવણી
આ મામલે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp દ્વારા એસ ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો કરી હવેથી 50 % મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવા હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ છે. સાથો સાથ વધારો થયેલ આ મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ ચુકવણી કરવા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણય થકી કુલ રૂ. 125 કરોડથી વધુ નો લાભ એસ.ટી નિગમના કર્મચારીઓને મળવા પામશે. આગામી ટૂંક સમયમાં વિગતવાર આદેશો જાહેર કરવામાં આવશે.’
✅ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કરી હવેથી ૫૦% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ છે.
✅ આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય…
— Harsh Sanghavi (@sanghaviharsh) January 28, 2025
વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કરેલી જાહેરાત પ્રમાણે કર્મચારીઓને એરીયર્સ પણ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સરકારી તિજોરી પર રૂપિયા 125 કરોડની ચૂકવણી થશે. તમને જણાવી દઈએ કે રાજ્યના એસટી નિગમના કર્મચારીઓને પહેલી જાન્યુઆરી 2024થી આ વધારો લાગુ કરવામાં આવશે અને એક વર્ષનું એરિયસ પણ આપવામાં આવશે.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube