- રણબીર કપૂરને ‘એનિમલ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો
- આલિયા ભટ્ટને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ
- વિક્રાંત મેસીની 12મી ફેલ બની શ્રેષ્ઠ ફિલ્મ!
- કોને મળ્યો બેસ્ટ એક્ટર-એક્ટ્રેસનો એવોર્ડ? જાણો
69 Filmfare Awards Winners List: 69મા ફિલ્મફેર એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. બોક્સ ઓફિસની જેમ રણબીર કપૂરની ‘એનિમલ’ અને વિધુ વિનોદ ચોપરાની ’12મી ફેલ’ એ એવોર્ડ સમારોહમાં પ્રભુત્વ જમાવ્યું હતું. ફિલ્મ ’12મી ફેલ’ને ચાર કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. જ્યારે ‘એનિમલ’ ત્રણ એવોર્ડ જીતી ચૂકી છે. ચાલો જાણીએ કે બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ અને લાઈફ ટાઈમ અચીવમેન્ટનો એવોર્ડ કોને મળ્યો છે.રેડ કાર્પેટ પર એક પછી એક સ્ટાર્સ આવી રહ્યા છે. રેડ કાર્પેટ પર માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં, પરંતુ ગુજરાતી કલાકારો પણ જોવા મળી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહીત ઘણાં મંત્રીઓ પણ આ અવૉર્ડ શોમાં જોવા મળ્યા હતા.
Congratulations to Team of 12th Fail for winning the Filmfare Award for Best Film at the 69th #HyundaiFilmfareAwards2024 with #GujaratTourism!#ZoomxFilmfare #FilmfareAwards #FilmfareAwards2024 pic.twitter.com/tHAWfNtAIz
— @zoomtv (@ZoomTV) January 28, 2024
’12મી ફેલ’ બેસ્ટ ફિલ્મ બની
’12મી ફેલ’ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ મળ્યો છે. આ શ્રેણીમાં ‘જવાન’, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, ‘ઓહ માય ગોડ 2’ અને ‘પઠાણ’ જેવી બ્લોકબસ્ટ ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિક્રાંત મેસીની આ ફિલ્મ પહેલાથી જ ચારેબાજુથી ઘણી પ્રશંસા મેળવી ચૂકી છે અને હવે તેના નામમાં વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ છે. વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2024માં ઓસ્કાર માટે પણ મોકલવામાં આવી છે.
કોણ બન્યા બેસ્ટ ડિરેક્ટર?
બેસ્ટ ડિરેક્ટરની શ્રેણીમાં, અમિત રાયને ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા, એટલીને ફિલ્મ ‘જવાન’ માટે જ્યારે સિદ્ધાર્થ આનંદને ‘પઠાણ’ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. કરણ જોહરને ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે અને વિધુ વિનોદ ચોપરાને ’12મી ફેલ’ માટે નોમિનેશન મળ્યું હતું. જો કે વિધુ વિનોદ ચોપરા આ કેટેગરીમાં જીત મેળવી છે.
Congratulations to Ranbir Kapoor (Animal) for winning the Filmfare Award for Best Actor at the 69th #HyundaiFilmfareAwards2024 with #GujaratTourism!#ZoomxFilmfare #FilmfareAwards #FilmfareAwards2024 #ranbirkapoor #animal pic.twitter.com/UOxINPMAae
— @zoomtv (@ZoomTV) January 28, 2024
રણબીર કપૂર સર્વશ્રેષ્ઠ અભિનેતા બન્યો
શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ રણબીર કપૂરને ‘એનિમલ’ માટે મળ્યો છે. તેના ટક્કરમાં શાહરૂખ ખાન, રણવીર સિંહ, સની દેઓલ અને વિકી કૌશલ હતા. શાહરૂખને તેની 2 ફિલ્મો ‘ડંકી’ અને ‘જવાન’ માટે નોમિનેશન મળ્યું હતું. આ કેટેગરીમાં વિકીને ફિલ્મ ‘સામ બહાદુર’ માટે અને રણવીરને ‘રોકી ઔર રાની…’ માટે નોમિનેશન મળ્યું હતું. બીજી તરફ સનીને ‘ગદર 2’ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા.
આલિયાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો
આલિયા ભટ્ટને ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ મળ્યો છે. આ કેટેગરીમાં રાની મુખર્જી, ભૂમિ પેડનેકર, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી અને તાપસી પન્નુને નોમિનેશન મળ્યું હતું.
View this post on Instagram
કોણ બન્યું બેસ્ટ સપોર્ટિંગ એક્ટર-એક્ટ્રેસ
બીજી તરફ, વિકી કૌશલને ડંકી માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર નો એવોર્ડ મળ્યો હતો, જ્યારે શબાના આઝમીને ‘રોકી ઔર રાની…’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
આ કલાકારોને મળ્યો બેસ્ટ એક્ટર-એક્ટ્રેસ ક્રિટિક્સ એવોર્ડ
આદિત્ય રાવલે ‘ફરાઝ’ માટે મેલ ડેબ્યુ ફિલ્મફેર એવોર્ડ જીત્યો જ્યારે અલીઝેહ અગ્નિહોત્રીને ફિલ્મ ‘ફરે’ માટે બેસ્ટ ફિમેલ ડેબ્યૂ એવોર્ડ જીત્યો હતો.
બીજી તરફ, જાણીતા નિર્દેશક ડેવિડ ધવનને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
Congratulations!
The Filmfare Award for Best Actor in a Supporting Role (Female) goes to #ShabanaAzmi for #RockyAurRaniKiiPremKahaani at the 69th #HyundaiFilmfareAwards2024 with #GujaratTourism.@GujaratTourism @HyundaiIndia @VimalElaichi pic.twitter.com/a6uHsg193P
— Filmfare (@filmfare) January 28, 2024
બોલિવૂડ સાથે ગુજરાતી સેલિબ્રેટીનો જમાવડો
કરણ જોહર, શૈફાલી શાહ, મનીષ પોલ, આનંદ પંડિત, પૂનમ ધિલ્લોન, ભૂમિકા ચાવલા, સંગીતકાર અનુ મલિક, લલિત પંડિત, સારા અલી ખાન, જાહન્વી કપૂર, ઓરી, કરિના કપૂર, કરિશ્મા કપૂર, વરુણ ધવન, ડેવિડ ધવન, મૃણાલ ઠાકુર સહિતના અનેક દિગજ્જ કલાકારો જોવા જોવા મળ્યા હતા. ગુજરાતી કલાકારોમાં હિતુ કનોડિયા, અરવિંદ વેગડા, પાર્થ ઓઝા, મિત્ર ગઢવી, આરોહી પટેલ, મલ્હાર ઠાકર, યશ સોની, આર્જવ ત્રિવેદી અને અનેક બીજા ગુજરાતી કલાકારો પણ જોવા મળ્યા હતા.
વિનર લિસ્ટ
- બેસ્ટ ફિલ્મ – 12th Fail
- બેસ્ટ એક્ટર (મેલ) ઈન લીડિંગ રોલ – રણબીર કપૂર (એનિમલ)
- બેસ્ટ એક્ટ્રેસ (ફીમેલ) ઈન લીડિંગ રોલ – આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
- બેસ્ટ નિર્દેશક – વિધુ વિનોદ ચોપરા (12th Fail)
View this post on Instagram
- બેસ્ટ ફિલ્મ (ક્રિટીક્સ) – જોરમ (દેબાશીષ મખીજા)
- બેસ્ટ અભિનેતા (ક્રિટીક્સ) – વિક્રાંત મેસી (12મી ફેલ)
- બેસ્ટ અભિનેત્રી (ક્રિટીક્સ) – રાની મુખર્જી (મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે)
- બેસ્ટ એક્ટર (મેલ) ઈન સપોર્ટિંગ રોલ – વિકી કૌશલ (ડિંકી)
- બેસ્ટ એક્ટ્રેસ (ફીમેલ) ઈન સપોર્ટિંગ રોલ – શબાના આઝમી (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
- બેસ્ટ લિરિક્સ – અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે- જરા હટકે જરા બચકે)
View this post on Instagram
- બેસ્ટ મ્યુઝિક આલ્બમ – એનિમલ (પ્રીતમ, વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, ભૂપિન્દર બબ્બલ, આશિમ કેમ્સન, હર્ષવર્ધન રામેશ્વર, ગુરિન્દર સીગલ)
- બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) – ભૂપિન્દર બબ્બલ (અર્જન વેલી- એનિમલ)
- બેસ્ટ પ્લેબેક સિંગર (સ્ત્રી) – શિલ્પા રાવ (બેશરમ રંગ-પઠાણ)
- બેસ્ટ સ્ટોરી – અમિત રાય (OMG 2)
- બેસ્ટ સ્ક્રીનપ્લે – વિધુ વિનોદ ચોપરા (12th Fail)
#Jawan bags the best VFX award at The Filmfare Awards.#RedChilliesEntertainment #FilmfareAwards #BestVFX pic.twitter.com/0uQJM3HGhe
— Red Chillies Entertainment (@RedChilliesEnt) January 28, 2024
- બેસ્ટ ડાયલોગ – ઈશિતા મોઈત્રા (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
- અપકમિંગ મ્યુઝિક ટેલેન્ટ (આર.ડી. બર્મન એવોર્ડ) – શ્રેયસ પુરાણિક (સતરંગા- એનિમલ)
- લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ – ડેવિડ ધવન
- બેસ્ટ ડેબ્યુ (મેલ) – આદિત્ય રાવલ (ફરાઝ)
- બેસ્ટ ડેબ્યુ (ફીમેલ) – અલીઝેહ અગ્નિહોત્રી (ફર્રે)
- બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર – તરુણ દુદેજા (ધક ધક)
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube