December 21, 2024
KalTak 24 News
Gujarat

દિવાળીના તહેવારોને લઇને સરકારનો નિર્ણય,કર્મચારીઓ-પેન્શનરોને ઓક્ટોબરના પગાર-પેન્શનની થશે એડવાન્સ ચૂકવણી

Gujarat-CMO_Bhupendra-Patel_91023-768x432.jpg

Gujarat Advance Payment of Salary-Pension News:  ઓક્ટોબર મહિનાના અંતમાં દિવાળીના તહેવારોની શરૂઆત થઈ જશે. આ વર્ષે દિવાળીની ઉજવણી 29 ઓક્ટોબરે કરવામાં આવશે. દિવાળી પર લોકો મોટી સંખ્યામાં ખરીદી કરતા હોય છે. તેવામાં રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. આ મહિને કર્મચારીઓને પગાર-પેન્શનની ચુકવણી પહેલી કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી છે.

વહેલો મળી જશે પગાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.

 

 

 

Advertisement
Advertisement

 

 

 

Related posts

સુરત/ ડ્રગ્સ વિરોધી ઝૂંબેશ ચલાવનાર યુવક પર હુમલો, માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કર્યો લોહી લુહાણ

KalTak24 News Team

ખંભાળિયા બેઠક પરથી હાર બાદ ઈસુદાન ગઢવીએ સવાર-સવારમાં ટ્વીટ કરીને શું કહ્યું?

Sanskar Sojitra

ગુજરાતમાં ફરી એકવાર ટ્રેન ઉથલાવવાની આશંકા,બોટાદના કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર 4 ફૂટનો પાટાનો ટુકડો ઊભો કર્યો;ડોગ સ્ક્વોડ-ડ્રોન કેમેરાથી તપાસ

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં