Congress mla Chirag Patel Resigned: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર રાજીનામાનો દોર શરૂ થયો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ હવે કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના પણ ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કરવાના એક કલાક પહેલા સુધી ચિરાગ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય હોવાનો દાવો કરતા રહ્યા. આ પછી તેમણે 11 વાગે વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. એક સપ્તાહમાં વિપક્ષના બે ધારાસભ્યોના રાજીનામાથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ખંભાત વિધાનસભા બેઠક આણંદ લોકસભામાં આવે છે. એટલું જ નહીં, વિધાનસભા મતવિસ્તાર પણ આણંદ જિલ્લામાં આવે છે.
હવે ગૃહમાં 16 ધારાસભ્યો બાકી છે
ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા બાદ રાજ્ય વિધાનસભામાં પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 16 થઈ ગઈ છે. એક વર્ષ પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ કુલ 17 બેઠકો જીતી હતી. ચિરાગ પટેલ ભાજપના વર્તમાન ધારાસભ્ય મયુર રાવલને હરાવીને વિધાનસભા પહોંચ્યા હતા. ચિરાગ પટેલના રાજીનામા બાદ હવે આણંદ લોકસભા મતવિસ્તારની સાત વિધાનસભા બેઠકોમાંથી માત્ર આકલાવ પર જ કબજો રહ્યો છે. અહીં પક્ષના ધારાસભ્ય દળના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ધારાસભ્ય છે.
ચિરાગ પટેલ બિઝનેસમેન છે
ચર્ચા એવી પણ છે કે, ગુજરાત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. ચિરાગ અરવિંદ પટેલ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે. 43 વર્ષના ચિરાગ પટેલ 10મું પાસ છે. ચિરાગ પટેલ 2022માં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા અને સામે ભાજપના મયુર રાવલને માત આપી હતી. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે પણ હતા.(mla chirag patel resignation) તેઓ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે. આ સાથે તેઓ કોંગ્રેસના જૂના કાર્યકર ગણાય છે. ભાજપના નેતા અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી હૃષીકેશ પટેલે વિપક્ષી ધારાસભ્યોના રાજીનામા પર ઝાટકણી કાઢી છે. પટેલે કહ્યું કે કોંગ્રેસમાં નેતાઓનો ગૂંગળામણ થઈ રહ્યો છે, નેતૃત્વ નામની કોઈ ચીજ નથી.
1990 બાદ પ્રથમ વખત ખંભાતમાં કોંગ્રેસ જીત્યું ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી. ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો. ભાજપાના ગઢ ગણાતા ખંભાતમાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી.
2022ની ચૂંટણીમાં 3711 મતથી ચિરાગ પટેલ જીત્યા હતા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ખંભાત બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. 1990 બાદ પહેલીવાર ખંભાતમાં કોંગ્રેસ જીત્યું હતું. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસે ચિરાગ પટેલને ટિકીટ આપી હતી. તેમની સામે ભાજપે મહેશ રાવલને મેદાને ઉતાર્યા હતા. જેમાં ચિરાગ પટેલને 69,069 મત જ્યારે મહેશ રાવલને 65,358 મત મળ્યા હતા. ચિરાગ પટેલનો 3711 મતથી વિજય થયો હતો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube