Rajkot : દેશભરમાં 78 મા સ્વતંત્રતા પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રને સમર્પિત એવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વતંત્રતા પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના મુખ્ય કાર્યાલય એટલે કે રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે તથા કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિર ખાતે અને વેરાવળ સોમનાથ સ્થિત લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
15મી ઓગસ્ટના દિવસે રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે સવારે 8 કલાકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની એડવાઈઝરી કમિટીના સભ્ય રમેશભાઈ પટેલ અને નારણભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ અને લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- વેરાવળ સોમનાથના ટ્રસ્ટીશ્રીઓ, કન્વીનરશ્રીઓ, વિવિધ સમિતિઓના સભ્યો, ફેકલ્ટીશ્રીઓ, સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વતંત્રતા પર્વે મા ખોડલને વિશેષ શણગાર
વિશ્વનું સૌપ્રથમ એવું મંદિર જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે તેવા શ્રી ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રીય પર્વોની પણ હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજ રોજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલના વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યા હતા. મા ખોડલને કેસરી, સફેદ અને લીલા ફૂલોમાંથી બનેલો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે જ મા ખોડલની મૂર્તિ પાસે થતાં ફૂલોના શણગારમાં ફૂલોથી તિરંગો બનાવવામાં આવ્યો હતો.
સવારથી જ ભક્તો મા ખોડલના આ વિશિષ્ટ શણગારના દર્શનનો લ્હાવો લીધો હતો. 78મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે સવારે શ્રી ખોડલધામ મંદિર ખાતે મંદિરના સ્ટાફગણ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube