Surat News: સુરત શહેરમાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા વિવિધ વિસ્તારોમાંથી આઈસ્ક્રીમના નમુના લઈને તપાસ અર્થે મોકલ્યા હતા જેમાં 10 નમુના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી આ ઉપરાંત કુલ 87.5 કી.ગ્રા. સીઝ કરેલા આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
ઉનાળાની સિઝનમાં લોકો આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરતા હોય છે ત્યારે સુરતમાં મનપાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ત્યારે આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલી આઈસ્ક્રીમની દુકાનોમાંથી 30-04-2024થી 02-05-2024 દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી હતી અને અલગ અલગ દુકાનમાંથી આઈસ્ક્રીમના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાંથી 10 આઈસ્ક્રીમના નમૂના ફેલ થયું હોવાનું સામે આવતા જ આરોગ્ય ભાગે 85થી 90 કિલો આઇસ્ક્રીમના જથ્થાનો નાશ કર્યો છે.
ફૂડ વિભાગના અધિકારી દ્વારા શહેરમાં અલગ અલગ 25 જેટલી દુકાનોમાંથી 29 આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ આઈસ્ક્રીમના નમૂનાને ચકાસણી માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે હવે રિપોર્ટ આવતા સામે આવ્યું છે કે, 10 નમૂના ધારાધોરણ મુજબના નથી. તેથી આરોગ્ય વિભાગ દ્વારા જે જગ્યાઓના આઈસ્ક્રીમના નમૂના ફેઇલ થયા હતા તે તમામ જગ્યાઓ પરથી કુલ 85થી 90 કિલો જેટલા આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.જે આઈસ્ક્રીમના નમુના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી તેમાં મિલ્ક ફેટની માત્રા 10 ટકા હોવી જોઈએ જે ઓછી જણાય આવેલ છે તેમજ આઈસ્ક્રીમના નમુનામાં ટોટલ સોલીડની માત્રા 36 ટકા હોવી જોઈએ જે ઓછી જણાય આવી છે.
આ 10 દુકાનોનાં નમૂનાં ફેલ ગયાં
(1) સંતકૃપા નેચરલ કોઠી આઈસ્ક્રીમ- ગાયત્રી નગરની સામે એલએચ રોડ
(2) માધવ આઈસ્ક્રીમ- નાના વરાછા ચોપાટી સામે
(3) ચાંદામામા આઈસ્ક્રીમ – સિદ્ધેશ્વર સોસાયટી પાસે વેડરોડ
(4) સંતકૃપા આઈસ્ક્રીમ – જનતા નગર સોસાયટી પાસે, એલએચરોડ
(5) પ્રાઈમ નેચરલ – પરસુરામ ગાર્ડન પાસે અડાજણ
(6) રાધે પાર્લર – પરસુરામ ગાર્ડન પાસે અડાજણ
(7) શ્રી રાધે નેચરલ કોઠી આઈસ્ક્રીમ – નવજીવન સોસાયટી પાસે વેડરોડ
(8) ઉમિયા એજન્સી – વરીયાવ રોડ, ગોકુલધામ સોસાયટી પાસે
(9) વાડીલાલ એન્ટરપ્રાઈઝ લી. કતારગામ કાંસા નગર
(10) બોમ્બે સુપર આઈસ્ક્રીમ અને કોલેટી – કલ્યાણ નગર સોસાયટી પાસે પુણા સીમાડા રોડ
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube