- જૈન મંદિરમાં પૂજા કરવા આવેલા કારખાનેદાર હુમલો થયો
- ફરાર શખ્સ સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ
- ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે
Rajkot Crime News: રાજકોટમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર ના રહ્યો હોય, તેમ ધોળા દિવસે ચોરી, લૂંટ, હત્યા અને મારામારી જેવી ઘટનાઓને અંજામ અપાઈ રહ્યો છે. આજથી 3 દિવસ પહેલા જૈન દેરાસરમાં પૂજા કરવામાં લીન યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના દેરાસરમાં ઈન્સ્ટોલ કરવામાં આવેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેના CCTV ફૂટેજ હવે સામે આવી રહ્યા છે.
CCTVમાં જોઈ શકાય છે કે, એક યુવક ભગવાન સમક્ષ પોતાનું મુખ રાખીને પૂજા કરી રહ્યો છે. આ દરમિયાન પાછળથી બીજો એક શખ્સ એક હાથમાં થેલી અને બીજા હાથમાં ધારદાર છરી લઈને દેરાસરમાં ઘૂસી જાય છે. તે પહેલા આમ-તેમ નજર ફેરવે છે અને પછી પૂજા કરવામાં લીન યુવક પર ધારદાર છરી લઈને તૂટી પડે છે. આ દરમિયાન દેરાસરમાં ઉપસ્થિત અન્ય ભક્તોમાં પણ અફરાતફરી મચી જાય છે.
હુમલાખોર 9 સેકન્ડની અંદર છરીના 5 જેટલા ઉપરાછાપરી ઘા ઝીંકી દે છે. થોડીવાર બાદ દેરાસરમાં ઉપસ્થિત અન્ય ભક્તો હિંમત કરીને યુવકને બચાવવા આગળ આવે છે. આ દરમિયાન હુમલાખોર યુવક નીચે પડી જાય છે અને તેના હાથમાંથી છરો છટકી જાય છે. જે બાદ હુમલાખોર યુવક દેરાસરના બીજા દરવાજાની બહાર ભાગી છૂટે છે.
ભોગ બનનારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
મવડી આસ્થા રેસિડેન્સીમાં રહેતા અને સોરઠિયાવાડીમાં શિવ હાર્ડવેર નામે કારખાનું ધરાવતા મયૂરભાઈ પુરુષોત્તમભાઈ સગપરિયા (ઉં.વ.39)એ ભાવેશ વિનોદભાઈ ગોલ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું હતું કે ગત 1 જુલાઈના સવારે મારા મોટા ભાઈ અમિતનો ફોન આવ્યો હતો અને કહ્યું કે હું એક્સેસ લઈને કારખાને જતો હતો અને હરિધવા રોડ ઉપર પહોચ્યો ત્યારે કોઈ કારચાલકે અડફેટે લેતાં ઈજા થઇ છે એવું જણાવતાં અમે દોડી ગયા હતા અને ભાઈને હોસ્પિટલે પહોંચાડ્યો હતો.
આ મામલે ભોગ બનનાર યુવકે ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.આ દરમિયાન ભાવેશ ગોલ નામનો યુવક પાછળથી ધારદાર છરો લઈને દેરાસરમાં ઘૂસી આવ્યો હતો અને અમિત પર તાબડતોડ 5 ઘા ઝીંકી દીધા હતા. આ હુમલાનો ભોગ બનનાર અમિત સગપરીયા નામનો યુવક હાલ ICUમાં સારવાર હેઠળ છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો
હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાઈએ જણાવ્યું હતું કે તે ભાવેશ ગોલ હતો, તેણે ઠોકર માર્યા બાદ હું પડી જતાં ફરી પૂરઝડપે કાર માથે ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. 10 મહિના પૂર્વે પણ અમિતભાઈને છરીથી માર માર્યો હોઈ, તેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ધરપકડ કરી હોવાથી એનો ખાર રાખી દેરાસરમાં દર્શન કરતા હતા એ સમયે પાછળથી આવી ફરી હુમલો કર્યો હતો, જેથી તેની સામે હત્યાની કોશિશની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. હવે ફરી ભક્તિનગર પોલીસ ખાતે હત્યાની કોશિશ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube