December 18, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ કણાદમાં નિર્માણ પામી રહ્યું છે સનાતન ધર્મની પરંપરાને ઉજાગર કરતું અક્ષરધામ,વિશાળ પરિસરમાં સાંસ્કૃતિક વારસાની સાથે મૂલ્યો અને સંસ્કાર જગાવતી પ્રેરક પ્રસ્તુતિ…

Surat Akshardham Mandir Kanad

BAPS Swaminarayan Akshardham Kanad in Surat: ગુજરાતની પાટનગરી ગાંધીનગર, ભારતની રાજધાની દિલ્હી અને અમેરિકાની ધરતી પર ન્યૂજર્સીમાં ભારતીય સંસ્કૃતિના આંતરરાષ્ટ્રીય નજરાણા સમાન સ્વામિનારાયણ અક્ષરધામની રચના બાદ હવે સુરતની ધરતી પર ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામ રચાઈ રહ્યું છે.

Surat Akshardham Mandir Kanad

BAPS હિન્દુ મંદિર રચીને એક વધુ કીર્તિમાન રચ્યો છે.

આ સ્વામિનારાયણ અક્ષરધામની રચના કરનાર BAPS સ્વામિનારાયણ સંસ્થા હિન્દુ મંદિરોના નિર્માણ માટે વિશ્વભરમાં એક આગવો રેકોર્ડ સ્થાપિત કરી ચૂકી છે. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને પ્રચંડ પુરુષાર્થથી 1600 કરતાં વધુ હિન્દુ મંદિરો રચીને વિશ્વના અનેક દેશોમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ સનાતન હિન્દુ ધર્મનું અને ભારતીય સંસ્કૃતિનું એક આગવું મોજું પ્રસરાવ્યું છે. વર્તમાન સમયે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ એ જ પરંપરાને વધુ વિસ્તારી રહ્યા છે. તાજેતરમાં જ UAEની આરબ ભૂમિ પર અબુધાબી ખાતે ભવ્ય BAPS હિન્દુ મંદિર રચીને તેઓએ એક વધુ કીર્તિમાન રચ્યો છે.

Surat Akshardham Mandir Kanad

એ જ શૃંખલામાં મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી સુરતની ધરતી પર કણાદ ખાતે ભવ્ય BAPS સ્વામિનારાયણ અક્ષરધામ રચાઈ રહ્યું છે. રાજસ્થાનના ગુલાબી પથ્થરમાંથી કલાત્મક શિલ્પો અને નકશી સાથે આ અક્ષરધામ મહામંદિરનું નિર્માણ ભરપૂર વેગે ચાલી રહ્યું છે.

વિવિધ પ્રવૃત્તિઓનાં પ્રક્લ્પ હશે

સનાતન ધર્મના જ્યોર્તિધર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત આ વિશાળ અક્ષરધામ પરિસરમાં સનાતન હિન્દુ ધર્મની મહાન પરંપરાનું આગવું દર્શન થશે. અહીં ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભાગવતના પ્રસંગ-દૃશ્યોથી લઈને ભારતની મહાન પરંપરાના વિવિધ મહાપુરુષોના શિલ્પો રચાશે. સાથે સાથે, અક્ષરધામની એક આગવી પરંપરાગત શૈલી મુજબ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્થાયી પ્રદર્શનો યોજાશે. જેમાં, આપણાં સાંસ્કૃતિક વારસાની સાથે, આપણાં મૂલ્યો, આપણાં સંસ્કાર અને આપણાં ગૌરવને જગાવતી પ્રેરક પ્રસ્તુતિ હશે. સાથે સાથે આધુનિક પેઢીને પ્રેરણા આપતાં ભવ્ય સભાગૃહો અને વિવિધ પ્રવૃત્તિઓના પ્રકલ્પો પણ આ અક્ષરધામના વિશાળ પરિસરમાં રચાશે.

Surat Akshardham Mandir Kanad

મહામંદિરના પ્રથમ સ્તંભનું આરોપણ કરવામાં આવ્યું

દક્ષિણ ગુજરાતમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની આગવી પ્રસ્તુતિ કરતું આ સ્વામિનારાયણ અક્ષરધામ એક વિશ્વ સ્તરનું નજરાણું બની રહેશે. મહંત સ્વામી મહારાજે સન 2021માં આ સ્વામિનારાયણ અક્ષરધામનો શિલાન્યાસ કર્યો હતો. તાજેતરમાં તેઓ દ્વારા આ મહામંદિરના પ્રથમ સ્તંભનું આરોપણ પણ કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના સમર્પિત સ્વયંસેવકો દ્વારા આ મહામંદિરના પથ્થર ઘડતરનું કાર્ય ખૂબ વેગપૂર્વક ચાલી રહ્યું છે.

Surat Akshardham Mandir Kanad

સુરતની રોનકમાં થશે વધારો

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સુરતની ધરતી પર એક ભવ્ય શિખરબદ્ધ મંદિર અડાજણમાં તાપી તટે રચ્યું હતું. તે જ રીતે વરાછામાં પણ શિખરયુક્ત મંદિર તેઓની પ્રેરણાથી રચાયું છે. અડાજણના આ મંદિરમાંથી જ વિસ્તરીને કણાદનું આ ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામ રચાઈ રહ્યું છે. જો કે હજુ આ મહામંદિર અને તેનું સમગ્ર પરિસર ડિઝાઇન હેઠળ છે. સંસ્થાના સમર્પિત નિષ્ણાંતો અને અનુભવી સંતો આ મહામંદિર અને સમગ્ર પરિસરના વિકાસમાં મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ દિવસ-રાત પુરુષાર્થ કરી રહ્યા છે.

Surat Akshardham Mandir Kanad

ટૂંક સમયમાં જ આ અક્ષરધામનું નિર્માણ કાર્ય સંપન્ન થશે ત્યારે સુરતની રોનકમાં એક આગવું તેજસ્વી આકર્ષણ ઉમેરાઈ જશે. ઉલ્લેખનીય છે કે તેનાથી સુરતમાં ટુરિઝમની દૃષ્ટિએ પણ ખૂબ લાભ થશે. આ મહામંદિરનું નિર્માણ વહેલી તકે સંપન્ન થાય તેની સુરતવાસીઓ આગવી પ્રતીક્ષા કરી રહ્યા છે.

Surat Akshardham Mandir Kanad

 

 

 

Related posts

તાપી જિલ્લામાં મીંઢોળા નદી પર બ્રીજનો સ્લેબ તૂટવાનો મામલો,CM ભૂપેન્દ્ર પટેલે આ કન્સ્ટ્રકશન કંપનીને કરી બ્લેક લિસ્ટ?

KalTak24 News Team

કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનું મોત,રોડ ક્રોસ કરી રહેલા ગુજરાતી યુવકનું ટ્રકની ટક્કરે મોત,પરિવાર ઘેરા આઘાતમાં

KalTak24 News Team

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ મહિના પહેલાં શનિવારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય ફ્રુટના વાધા તથા સિંહાસને 1 હજાર કિલો મિક્ષ ફળોનો શણગાર કરાયો;હજારો ભક્તોએ કર્યા દર્શન

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં