December 21, 2024
KalTak 24 News
Gujarat

અમદાવાદમાંં ભીષણ અકસ્માત,SP રિંગ રોડ પર ફોર્ચુનર અને થાર કાર વચ્ચે વહેલી સવારે અકસ્માત, 3નાં મોત;એક કારમાંથી દારૂની બોટલ મળી

Ahmedabad Accident

Ahemdabad Accident: અમદાવાદમાં(Ahemdabad Accident) મોડી રાત્રે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત જોઈને ભલભલા હચમચી ગયા છે. શહેરના બોપલ(Bhopal) વિસ્તારમાં ફોર્ચ્યુનર કાર(Bhopal), થાર કાર(Thar car) અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં 3 લોકોનાં મોત નીપજ્યાંના અહેવાલ છે. સાથે જ ફોર્ચ્યુનર કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, ફોર્ચ્યુનરમાં દારૂની ખેપ ચાલી રહી હતી. દરમિયાન, બેફાન આવતા બુટલેગરે અકસ્માત સર્જ્યો હતો. ત્યારે આ મામલે બોપલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

થારે યુટર્ન લેતા ફોર્ચ્યુનરે મારી ટક્કર

મળતી માહિતી મુજબ, અમદાવાદના બોપલમાં વકીલ સાહેબ બ્રિજથી રાજપથ ક્લબ તરફ જતા બુટલેગરની કારનો અકસ્માત સર્જાયો હતો. બુટલેગરની ફોર્ચ્યુનર કાર વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી, ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુએ એક થારે યુટર્ન મારતા બંને કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે થાર 150 ફૂટ દૂર સુધી ફંગોળાઈ હતી અને તેમાં સવાર બંને વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે ફોર્ચ્યુનરમાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને 30 વર્ષીય રાજુ સાહુ નામના શખ્સને બચાવી લેવાયો હતો. વિગતો મુજબ અકસ્માત વહેલી સવારે 4.31 વાગ્યે સર્જાયો હતો.

અકસ્માત બાદ રોડ પર દારૂની રેલમછેલ

ફોર્ચ્યુનર કારમાં દારૂનો જથ્થો ભરેલો હતો. અકસ્માત બાદ રોડ પર દારૂ અને બિયરની ટીનનો મોટો જથ્થો રોડ પર ઢોળાયો હતો અને ફોર્ચ્યુનર કારનો કુરચો વળી ગયો છે. કારમાં ફસાયેલા ઈજાગ્રસ્ત વ્યક્તિને બહાર કાઢવા માટે પોલીસને ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી અને કારના પતરા કાપીને ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલમાં યુવકને સોલા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

ફોર્ચ્યુનરમાં દારૂ અને બીયરના ટીન હતા

પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

આ અકસ્માતનો સમયે હાઇવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રક બેલેન્સ ગુમાવી દેતા નીચે ખાડામાં ઊતરી ગઈ હતી. હાલ ટ્રાફિક પોલીસ અને અન્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ હાલ બનાવના સ્થળે પહોંચ્યા છે. આ સમગ્ર ઘટના સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાની વિગત સામે આવી રહી છે.

વહેલી સવારે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બંને કારનો અકસ્માત એટલો ગંભીર હતો કે, એક મૃતદેહને બહાર કાઢવા માટે અમદાવાદ ફાયરબ્રિગેડની મદદ લેવી પડી હતી. ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફોર્ચ્યુનર કારમાં રહેલા એક વ્યક્તિના મૃતદેહને કારનું પતરું કાપી અને બહાર કાઢ્યો હતો. બંને કારના ફુરચેફુરચા થઈ ગયા હતા. ફોર્ચ્યુનર કાર ટક્કર મારી ઊછળી પડી હતી.

અકસ્માતને પગલે લોકોનાં ટોળાં ઉમટ્યાં અને રેસ્ક્યૂ ટીમ દોડી ગઈ

અક્સમાતને પગલે સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન, ફોર્ચ્યુનર કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. જો કે, ફોર્ચ્યુનર કારના માલિક અને તેને કોણ ચલાવી રહ્યું હતું ? તેમાં કેટલાક લોકો હતા તે અંગેની વિગત હાલ સામે આવી નથી. પ્રાથમિક તપાસ મુજબ, ફોર્ચ્યુનરમાં દારૂની ખેપ ચાલી રહી હતી. દરમિયાન, બેફાન આવતા બુટલેગરે અકસ્માત સર્જ્યો હતો. મૃતક લોકોની ઓળખ કરાઈ રહી છે. પોલીસે હાલ મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ગોઝારી ઘટના બનતા અનેક સવાલો

> ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવ લેશે આવા બુટલેગરો ?
> પોલીસને માત્ર હપ્તામાં જ રસ છે કે કાર્યવાહી પણ થશે ?
> કેમ બુટલેગરોને દાખલારૂપ સજા નથી અપાતી ?
> અમદાવાદમાં બેફામ બુટલેગરોને કોનું છે રક્ષણ ?
> ક્યાં સુધી આવા બુટલેગરોને છાવરશે પોલીસ ?
> શું બેફામ બુટલેગરોને નથી પોલીસનો ડર ?

 

 

 

Related posts

ગુજરાત આમ આદમી પાર્ટી(AAP)ને મોટો ઝટકો: આ બે દિગ્ગજ નેતાઓએ ચુંટણી પહેલાં આપ્યું રાજીનામું,એક ક્લિકમાં જાણો તમામ વિગત

KalTak24 News Team

સુરતમાં પથ્થરમારાના કેસમાં ધરપકડ કરાયેલા લોકોના નામની યાદી: 3 FIR ના 26ની ધરપકડ અને અન્ય 250-300 અજાણ્યા ટોળા સામે ફરિયાદ

KalTak24 News Team

સુરત/વરસાદી માહોલ વચ્ચે રાજકીય ગરમાવો; કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયેલા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ AAP સાથે છેડો ફાડ્યો, તમામ પદ પરથી આપ્યું રાજીનામું

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં