December 22, 2024
KalTak 24 News
Gujarat

અંગદાન સર્વશ્રેષ્ઠ દાન: સુરતમાં ત્રિરંગા યાત્રામાંથી પરત ફરતા અકસ્માત નડ્યો;“વિશ્વ અંગદાન દિવસ” ના રોજ થયું અંગદાન,પાંચ લોકોને મળ્યું જીવનદાન

accident-on-return-from-tringayatra-in-surat-25-year-old-patriot-donates-organs-on-world-organ-donation-day-gujarat-news

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા વિશ્વ અંગદાન દિવસના ના રોજ ૧૬ મું અંગદાન થયું.

સુરત: સુરતમાં 25 વર્ષીય રાષ્ટ્રપ્રેમી યુવાનો વિશ્વ અંગદાન દિવસના રોજ અંગદાન કરવામાં આવ્યો હતો. 25 વર્ષે યુવકના અંગદાનના પગલે પાંચ લોકોને નવજીવન મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ 25 વર્ષે યુવક તિરંગા યાત્રામાં ભાગ લેવા માટે ગયો હતો અને ત્યાર બાદ ત્યાંથી પરત ફરતા સમયે તેની અકસ્માત નડ્યો હતો અને ત્યાર બાદ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. તેના પરિવારજનો દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન મારફતે અંગદાનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અંગદાતાશ્રી સ્વ. રજનીભાઇ અશ્વિનભાઈ પટેલ
અંગદાતાશ્રી સ્વ. રજનીભાઇ અશ્વિનભાઈ પટેલ

નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો

મળતી માહિતી પ્રમાણે, મૂળ પાટણનો અને હાલમાં સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી ઋષિ વિહાર ટાઉનશીપમાં 25 વર્ષીય રજની અશ્વિનભાઈ પટેલ પરિવાર સાથે રહેતો હતો. જે નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. પરિવારમાં પિતા માતા અને એક મોટો ભાઈ છે.

અજાણ્યા વાહનની ટક્કરે જમીન પર પટકાયો

ગત ૧૧ ઓગસ્ટના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે ત્રિરંગા સન્માન યાત્રામાં ભાગ લેવા માટે બંને ભાઈઓ પહોચ્યા હતા, ત્યાંથી પરત ફરતી વેળાએ સોસ્યો સર્કલ બ્રિજ ઉતરતા હતા એ દરમ્યાન કોઈ અજાણ્યા વાહને તેમને પાછળથી ટક્કર મારી હતી અને ગાડીનું બેલેન્સ ગુમાવતા ગાડી સ્લીપ થઈ અને બંને ભાઈઓ જમીન ઉપર પટકાયા હતા, તેમજ રજનીભાઈ ને માથાના ભાગે ગંભીર ઈજા થતા રાહદારીઓ દ્વારા ૧૦૮ મારફતે તેમને સીવીલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા તેમજ ત્યાં પ્રાથમિક સારવાર કરાવી હતી

સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કર્યા

રજનીની વિશેષ સારવાર કરવા માટે તેઓએ યુનિટી હોસ્પિટલ , પર્વતપાટીયા, સુરત ખાતે દર્દીને સારવાર માટે લઈ આવ્યા હતા જ્યા રજનીભાઈ ની પરિસ્થિતિ જોતા આઈ.સી.યુ. માં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. બે દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના ડો. નિસર્ગ પરમાર, ડો.શિવમ પારેખ, ડો. નીરજન પંચાલ દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા..યુનિટી હોસ્પિટલના ચેરમેન ડો.અમિત પટેલે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, વિપુલ તળાવિયા, ડો. નિલેશ કાછડીયાનો સંપર્ક કર્યો હતો.

પિતાએ બ્રેઇનડેડ દીકરાનું અંગદાન કર્યું

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને રજનીભાઈના પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ, રજનીભાઈ થી મોટાભાઈ દીક્ષિતભાઈ તેમજ પિતા અશ્વિનભાઈ એ બ્રેઈન ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી અન્ય માણસોનો જીવન બચાવી શકાય એ વિષેની સંપૂર્ણ માહિતી થી વાકેફ હતા, તેમજ તેમના દાદા સ્વ, જીવરાજભાઈ બાજીદાસ પટેલ ના ચક્ષુઓનું દાન ૨૫ વર્ષ અગાઉ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ શરીર બળીને ખાખ થવાનું છે

વધુમાં એમણે જણાવ્યું હતું કે આ શરીર બળીને ખાખ થવાનું છે. તો આપડે અંગદાન કરવુ જ જોઈએ. જેથી કરીને એમણે અને એના સબંધી ડો. મુકુલ પટેલ, હસમુખભાઈ, અરવિંદભાઈ, જનકભાઈ પટેલ, દિનેશભાઇ રાજપુરોહિત (કોર્પોરેટરશ્રી સુરત), નાગરભાઈ પટેલ (ટીપી ચેરમેનશ્રી સુરત) તથા યુનીટી હોસ્પિટલના ડો.અમિત પટેલ, ડો. જયદીપ રૈયાણીએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, વિપુલ તળાવિયા, ડો. નિલેશ કાછડીયા નો સંપર્ક કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અને સંસ્થાના સભ્યોને પરિવારને એક જૂથ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા.

સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

અંગદાન માટેની આ પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પી.એમ.ગોંડલીયા, ડો. નિલેષ કાછડીયા, વિપુલ તળાવીયા,રજનીકાંત કુબાવત, જસ્વીન કુંજડીયા, બિપિન તળાવીયા, ભાવેશ દેસાઈ, અશ્વિનભાઈ સાવલિયા,ધવલ વસાવડા, વિજય સાવલિયા,પીયુષ વેકરીયા,નીતિન ધામેલીયા, વૈજુલ વિરાણી, કિશન ઘોરી, અભિષેક સોનાણી, શૈલેશ શિહોરા, સ્મિત ઠુંમર, પાર્થ તળાવીયા, હાર્દિક ખીચડીયા, નિર્ભય તળાવીયા, હર્ષ સુહાગીયા, સી.એમ. દેસાઈ, રોટરી કલબ ઓફ સુરત ઇસ્ટ ના પ્રમુખશ્રી પ્રફુલભાઈ ચોડવડીયા,યુનિટી હોસ્પિટલના ચેરમેન અંગદાનઅંગદાનડો. અમિત પટેલ, ડો. કાજલ કવાડ,પરાગ ખત્રી,વિજય વણપરીયા તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને પટેલ પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું.અમદાવાદની સીમ્સ હોસ્પિટલ દ્વારા હદય , મેદાન્તા હોસ્પિટલ – દિલ્હી દ્વારા લંગ્સ, અને એપોલો હોસ્પિટલ, અમદાવાદ દ્વારા લીવર અને બંને કીડનીનું દાન સ્વીકારવામાં આવ્યું હતું.

તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા યુનિટી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી બે ગ્રીન કોરીડોર તથા યુનિટી હોસ્પિટલથી અમદાવાદ સુધીનો ૨૭૮ કી.મીનો ૧ ગ્રીન કોરીડોર નો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

 

 

 

 

Related posts

કચ્છ / ભુજ-ભચાઉ હાઈવે પર અકસ્માત,તુફાન કાર ડિવાઇડર સાથે અથડાઇ, 3ના મોત,પાંચથી વધુ ઘાયલ

KalTak24 News Team

અમરેલી/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમરેલીથી સૌરાષ્ટ્રને દિવાળીના પર્વ પૂર્વે રૂ. 4800 કરોડના વિકાસ કાર્યોની ભેટ;દૂધાળામાં ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યુ

KalTak24 News Team

સૌથી મોટા સમાચાર/ ગીફ્ટ સીટી ખાતે દારુના સેવન મુદ્દે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય,નિયમોના પાલન સાથે ‘વાઈન એન્ડ ડાઈન’ સુવિધા થશે ઉભી

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં