Surat News: પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરાઓ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP) તરફથી ઉમેદવાર જાહેર કરવામાં આવેલા ઉમેદવાર અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya) અને ધાર્મિક માલવિયા(Dharmik Malaviya) લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા(Social Media)માં તેજીથી વાયરલ થઈ રહી છે.
કોણ રહ્યું હતું હાજર?
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાના લગ્નમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી(Isudan Gadhavi)એ ખાસ હાજરી આપી હતી. જેની તસવીરો પણ તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
સુરતની વરાછા રોડ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડનારા અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા પટેલ ભાજપના પૂર્વ કોર્પોરેટર છે.
જ્યારે ઓલપાડ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડનારા ધાર્મિક માલવિયાએ મોનાલી હીરપરા સાથે લગ્ન કર્યાં છે.આપણે જણાવીએ તો મોનાલી હિરપરા હાલ માં આમ આદમી પાર્ટી માંથી કોર્પોરેટર છે.
પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલની સાથે રહેનાર અલ્પેશ કથીરિયા મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાનો વતની છે. મધ્યમ વર્ગના પરિવારમાં આવનારા અલ્પેશને પાટીદાર આંદોલન બાદ જેલમાં પણ જવું પડ્યું હતુ. અલ્પેશ કથીરિયા ને ને લોકો ‘ગબ્બર’ના હુલામણા નામથી ઓળખાય છે.
ધાર્મિક માલવિયાએ પણ પાટીદાર અનામત આંદોલનથી જ પોતાની ઓળખ ઉભી કરી હતી. સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં ધાર્મિક માલવિયાને ટિકિટ અંગે કોંગ્રેસ સાથે વાંકુ પડ્યું હતુ. જે બાદ ધાર્મિક માલવિયાએ કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો અને પછી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp