Kiara Advani-Sidharth Malhotra Wedding : આ વૈભવી વિલામાં સિદ્ધાર્થ અને કિયારા કરશે લગ્ન,એક રૂમનું ભાડું અધધ.. એટલા રૂપિયા?

ENTERTAINMENT NEWS : થોડાક સમય પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ શેરશાહમાં સિદ્ધાર્થ મલ્હોત્રા(Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani)ની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. આ પછી બંને એકબીજાના પ્રેમમાં હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ, આ કપલ 6 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે.આ કપલે પણ તેમના લગ્ન માટે રાજસ્થાનને પસંદ કર્યું છે. બંને જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરે તેવી પ્રબળ શક્યતા છે.
સૂર્યગઢ જેસલમેરની એક ફાઇવ-સ્ટાર હોટેલ છે. આ હોટેલમાં ફોર્ટરૂમ, પેવેલિયન રૂમ, હેરિટેજ રૂમ, સિગ્નેચર સ્યૂટ, લક્ઝરી સ્યૂટ, જેસલમેર હવેલી અને થાર હવેલી છે. આ હોટેલ તેની સુંદરતાને લીધે પ્રવાસીઓનું મનમોહી લે છે.
આ ઉપરાંત સૂર્યગઢમાં લાઇટિંગવાળા બગીચા પણ છે. આ હોટેલની આસપાસ રણ સફારી, થાર રણની આસપાસ બાઇક ટ્રેઇલ, મંદિર અને સનસેટ પોઈન્ટ પણ જોવાલાયક છે.
સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ, સિદ્ધાર્થ અને કિયારાને સૂર્યગઢ પસંદ આવ્યું છે. મહેમાનો લગ્નના બે દિવસ પહેલાં અહીં આવી જાય અને આ વૈભવી વિલામાં રોકાય એવી શક્યતા છે. મહેમાનો માટે વિશેષ સ્યૂટ પણ બનાવવામાં આવ્યા છે. સિદ્ધાર્થ અને કિયારાના પરિજનો તથા ફ્રેન્ડ્સે યલો કલરની થીમવાળા કપડાં પણ ખરીદવાની શરૂઆત કરી દીધી છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp