December 18, 2024
KalTak 24 News
Gujarat

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 13મી યાદી જાહેર કરી,કોને ક્યાંથી મળી વિધાનસભાની ટિકિટ ?

અમદાવાદ : આમ આદમી પાર્ટી(AAP) દ્વારા પોતાની 13 યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અનેક મહત્વના ચહેરાઓને સ્થાન આપ્યું છે. કાલે ભાજપમાંથી રાજીનામું આપનારા પીવીએસ શર્માને હર્ષ સંઘવીની સામેથી ઉતાર્યા હતા. તેઓ ભાજપના ઉપપ્રમુખ સુરત શહેર હતા.આજે જ તેમણે આમ આદમી પાર્ટી જોઇન કરી અને આજે તેમને ફળ પણ મળી ગયું હતું. 

આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને પોતાના ઉમેદવારોની 13મી યાદી જાહેર કરી છે. જેમાં સુરતની કતારગામ બેઠક પરથી આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાજપનો ગઢ ગણાતી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના વિધાનસભા વિસ્તાર એવા મજૂરા બેઠક પર આમ આદમી પાર્ટીએ પીવીએસ શર્માને ટિકિટ આપી છે.આ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કુલ 171 ઉમેદવારો થઇ ચુક્યા છે.

AAPના 12 ઉમેદવારોની સમગ્ર યાદી અહીં જુઓ

  1. અબડાસા બેઠક પરથી વસંતભાઇ ખેતાણી,
  2. ધાનેરા બેઠક પરથી સુરેશ દેવડા,
  3. ઉંઝા બેઠક પરથી ઉર્વીશ પટેલ,
  4. અમરાઇવાડી બેઠક પરથી વિનય ગુપ્તા,
  5. આણંદ બેઠક પરથી ગીરીશ શાંડીલ્ય,
  6. ગોધરા બેઠક પરથી રાજેશ પટેલ,
  7. વાઘોડીયા બેઠક પરથી ગૌતમ રાજપુત,
  8. વડોદરા શહેર બેઠક પરથી જીગર સોલંકી,
  9. માંજલપુર બેઠક પરથી વિનય ચાવડા,
  10. કરંજ બેઠક પરથી મનોજ સોરઠીયા,
  11. મજુરા બેઠક પરથી પીવીએસ શર્મા અને
  12. કતારગામ બેઠક પરથી ગોપાલ ઇટાલિયાને ટિકિટ

 

ખાસ વાત એ છે કે, આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 13મી યાદીમાં 3 વિધાનસભા વિસ્તારમાં ઉમેદવારોના નામ બદલી નાંખવામાં આવ્યાં છે. જેમાં અમરાઈવાડી વિસ્તારમાં ભરતભાઈ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, જેમની જગ્યાએ હવે વિનય ગુપ્તાને ટિકિટ આપવામાં આવી છે.આવી જ રીતે વડોદરા શહેરની બેઠક પર ચંદ્રિકાબેન સોલંકીને હટાવીને જીગર સોલંકી તેમજ માંજલપુર બેઠક પર વિરલ પંચાલને હટાવીને વિનય ચૌહાણને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આમ આજે 13મી યાદી જાહેર થતા સાથે જ આમ આદમી પાર્ટીએ રાજ્યની 182 વિધાનસભા બેઠકો પૈકી 171 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

BREAKING NEWS: શંકર ચૌધરી ફરી બન્યા બનાસ ડેરીના ચેરમેન,ચેરમેન તરીકે બિનહરીફ વરણી

KalTak24 News Team

વૃક્ષો-પર્યાવરણ બચાવવા વધુ એક નવતર પહેલ,સ્મશાનગૃહમાં લાકડા આધારિત ‘સુધારેલ સ્મશાન ભઠ્ઠી’ લગાવવાની યોજના વિશે જાણો

KalTak24 News Team

વકીલ મેહુલ બોઘરા પર હુમલા મામલે આરોપીની જામીન અરજીનો 9મીએ ફેંસલો

KalTak24 News Team
Advertisement