Surat News: સુરતના વરાછા વિસ્તારમાં ગેસ સિલિન્ડર બદલતી વખતે ઘરમાં આગ લાગી હતી, જેમાં માતા-પુત્ર અને પુત્રવધુ દાઝી ગયા હતા. ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું છે. જેને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
મળતી માહિતી મુજબ સુરતના વરાછા સ્થિત અંકુર સોસાયટીમાં 58 વર્ષીય કમળાબેન કાંતિભાઈ ચલુડિયા પરિવાર સાથે રહેતાં હતાં. આજે કમળાબેન રસોડાની બાજુમાં આવેલા મંદિરમાં પૂજાપાઠ કરી રહ્યાં હતાં. દરમિયાન ઘરમાં ખાલી ગેસ સિલિન્ડરમાંથી રેગ્યુલેટર કાઢી ગેસથી ભરેલો અને લીકેજ સિલિન્ડર બદલતો હતો. આ દરમિયાન ગેસ સિલિન્ડર બદલતી વખતે ઘરમાં આગ લાગી ગઇ હતી.જ્યારે પુત્ર અંકિત અને પુત્રવધૂ પણ દાઝી ગયાં હતાં. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
આ ઘટનામાં પુત્ર અંકિત, માતા કમળાબેન અને પુત્રવધુ દાઝી ગયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં પુત્ર અને પુત્ર વધુને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હતી. જયારે કમળાબેનનું મોત થયું હતું. તેઓના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
સબંધી ભરતભાઈ ચલુડીયાએ જણાવ્યું હતું કે અંકુર સોસાયટીમાં કાંતિભાઈ ચલુડીયા રહે છે. તેઓના ઘરે તેઓનો પુત્ર અંકિતભાઈ બોટલ બદલી રહ્યો હતો અને કમળાબેન દીવાબતી કરી રહ્યા હતા ત્યારે બોટલ કાંઇક લીકેજ હશે તેના લીધે આગ લાગી ગયી હતી અને આગમાં માતા કમળાબેન, અંકિતભાઈ અને તેમના પત્ની દાઝી ગયા હતા.
પુત્ર-પુત્રવધૂ સામાન્ય દાઝ્યાં
આ ઘટનામાં કમળાબેનનું અવસાન થયું છે. જયારે અંકિત અને તેના પત્નીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.કમળાબેનના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. કમળાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube