ગાંધીનગર : રાજ્ય સરકારના મંત્રીઓને અંગત સચિવ અને અંગત મદદનીશની ફાળવણી કરવામાં આવી છે. 16 મંત્રીઓ માટે અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. કેબિનેટ મંત્રીઓને 3 અધિકારીઓ જ્યારે રાજ્ય મંત્રીઓને 2 અધિકારીઓ ફાળવાયા છે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના અંગત સચિવ તરીકે કેકે. પટેલ(નાયબ સચિવ) અને અધિક અંગત સચિવ તરીકે નિરવ પટેલ(મામલતદાર)ની નિમણુક કરવામાં આવી છે. તો બીજી તરફ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અંગત સચિવ તરીકે બાલમુકુંદ પટેલ(અધિક કલેક્ટર) અને અધિક અંગત સચિવ કૌશિક ત્રિવેદી(નાયબ સચિવ)ની નિમણુક કરવામાં આવી છે.
અગાઉ કામચલાઉ ધોરણે મંત્રીઓના અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણુક કરવામાં આવી હતી.તેની જગ્યાએ આજરોજ નવા સચિવ અને મદદનીશની નિમણુક કરવામાં આવી. કુલ 16 મંત્રીઓના 38 અંગત મદદનીશ અને સચિવોની નિમણુક થઇ છે જેમાં મુખત્વે વર્ગ ૧ અને 2 ના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ મંત્રીઓ ઈચ્છે ત્યાં સુધી આ કરાર આધારિત અધિકારીઓ તેમની સાથે જોડાયેલા રહેશે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.