April 8, 2025
KalTak 24 News
Gujarat

CM ભૂપેન્દ્ર પટેલનો હિતલક્ષી વધુ એક નિર્ણય;રાજ્ય સરકારના કર્મચારીઓને LTC/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી

Gujarat CM Bhupendra Patel Vande Bharat Train Emplyee

Gujarat CM Bhupendra Patel: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી/વતન પ્રવાસનો લાભ ૬૦૦૦ કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે. ત્યારે આ મુસાફરી હવે સરકારી કર્મચારીઓ વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકશે. આ મુસાફરીનો 5 લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે.

વંદે ભારત ટ્રેનમાં મુસાફરીનો લાભ આપવા રજૂઆત કરાઇ હતી

ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારનાં કર્મચારીઓ દ્વારા તેમને મળતા આવી રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.

ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું

 

મુખ્યમંત્રીએ કર્મચારીઓના હિતમાં નિર્ણય કર્યો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના વ્યાપક હિતમાં આ સંદર્ભમાં ઉદાર વલણ અપનાવીને એલ.ટી.સી. બ્લોક-૨૦૨૦-૨૩ની શરૂઆતથી રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે.

નાણા વિભાગ દ્વારા આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવશે

રાજ્ય સરકારનાં પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ રાહત દરમ્યાન આ નિર્ણયનો લાભ મળશે. મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં નાણા વિભાગ દ્વારા આ અંગેના ઠરાવ પ્રસિધ્ધ કરવામાં આવશે.

 

 

 

 

 

Related posts

બોટાદ/‌ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ફુલોનો શણગાર તથા વિવિધ પ્રકારના શાકભાજીઓ (હાટડી દર્શન) ધરાવવામાં આવ્યા;હજારો ભક્તોએ કર્યો દર્શન

Sanskar Sojitra

હર્ષ સંઘવી સામે અપમાનજનક ટિપ્પણી કરતા ગોપાલ ઇટાલીયા સામે સુરતમાં નોંધાઈ ફરિયાદ

KalTak24 News Team

સુરતમાં તથ્યકાંડ જેવો અકસ્માત ! બેફામ કાર ચાલકે ફુલ સ્પીડમાં રિંગ રોડની સાઇડમાં બેઠેલા 6 લોકોને હવામાં ફંગોળ્યા,બે લોકોના મોત, સગર્ભા સહિત 4ને ઈજા

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં