October 9, 2024
KalTak 24 News
Gujarat

સુરતમાં તથ્યકાંડ જેવો અકસ્માત ! બેફામ કાર ચાલકે ફુલ સ્પીડમાં રિંગ રોડની સાઇડમાં બેઠેલા 6 લોકોને હવામાં ફંગોળ્યા,બે લોકોના મોત, સગર્ભા સહિત 4ને ઈજા

Surat Accident Outringroad 2 people died
  • મોટા વરાછામાં બેફામ કાર ચાલકે લીધો બેના ભોગ
  • મોડી રાત્રે 7 થી વધુ લોકોને લીધા અડફેટે
  • મોટા વરાછા વિસ્તારનો બનાવ

Surat accident: સુરતમાં અકસ્માતો સતત સર્જાતા રહે છે. જો કે, શુક્રવારે મોડીરાત્રીએ સર્જાયેલા અકસ્માતે શોકની કાલિમા સર્જી છે. ઓવર સ્પીડમાં દોડતી લક્ઝુરિયસ કારે રાત્રિના બે વાગ્યે રસ્તા પર હવા ખાવા બેઠેલા એક જ પરિવારના સંબંધીઓને અડફેટે લીધા હતાં. જેથી 29 વર્ષના માસાઅને 6 વર્ષના તેના ભત્રિજાનું મોત નીપજ્યું હતું. જ્યારે સગર્ભા સહિતના 4 વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

3 1717819840

રિંગરોડ પર મોટી દુર્ઘટના

સુરતમાં નવા બની રહેલા રિંગ રોડનું કામ હજુ શરૂ છે. થોડો ભાગ શરૂ થઈ ગયો છે. ત્યારે હવા ખાવાનું સ્થળ બની ગયું હોય તેમ આ રોડ પર લોકો રાત્રિના સમયે બેસવા આવતાં હોય છે. રાત્રિના સમયે હવા ખાવા આવેલા વાઘાણી-વાવડિયા પરિવારને ક્યાં ખબર હતી કે આ તેમના માટે કાળ સમાન સાબિત થશે. કારણ કે હોન્ડા સિટી કારે ચાર જેટલા ટુ-વ્હિલરને પણ ઉડાડતા એક બાઈક કારની નીચે આવી જતા તેને પણ ઢસડ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, મોડી રાત્રે બે વાગ્યા આસપાસ મોટા વરાછા રીંગરોડ વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલા કારના ચાલકે કાબુ ગુમાવતા ત્યાંથી પસાર થઈ રહેલા બાઈક ચાલકોને લીધા હતા. એક બાઈક પર યુવક અને એક બાળક પસાર થઈ રહ્યા હતા તેને પણ ગંભીર રીતે અડફેટે લીધા હતા.

5 1717819850

પૂરપાટ ઝડપે દોડી રહેલી કારની ઝડપે આવેલા એક બાઈક ચાલક અને એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી પી.પી.માણીયા હોસ્પિટલખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા ઉતરણ પોલીસ દ્વારા આ કારચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતકના નામ

  • વિયાન દવેશભાઈ વાઘાણી (ઉં.વ. 6)
  • સંકેત હિંમતભાઈ વાવડિયા (ઉં.વ. 29)

કાર ચલાવતી વખતે ઝોકું આવતા અકસ્માત થયો

ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. મહંતે જણાવ્યું હતું કે, જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલ નામના વ્યક્તિ દ્વારા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અમરોલીના સ્ટાર ગેલેક્સી છાપરાભાઠા રોડ વરિયાવ વિસ્તારમાં રહે છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું છે કે, પોતાના અમદાવાદના સંબંધી જે કેન્સરથી પીડિત છે તેના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખબર અંતર પૂછીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન તે સુરતના રિંગ રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન એકાએક ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેના કારણે અકસ્માત થયો હતો.

11 1717821820

આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો

પોલીસ દ્વારા હાલ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી નશાની હાલતમાં હતો કે કેમ તેને લઈને બ્રિથ એનેલાઇઝરથી તપાસ કરવામાં આવી છે. તેમજ બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આરોપી અકસ્માત સમયે નશાની હાલતમાં ન હોવાનું જણાય આવ્યું છે. પોલીસ દ્વારા હજી પણ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી લેવામાં આવી છે. આરોપીની સામે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે.

ચપ્પલ પણ ઘટનાસ્થળે જ પડી રહ્યાં
ચપ્પલ પણ ઘટનાસ્થળે જ પડી રહ્યાં

પરિવાર સાથે બેસવા આવ્યા હતા

મૃતકના સંબંધીએ કહ્યું કે, બહેન ગામડેથી આવી હતી. જેથી સંબંધીઓ અને અમે બધા ત્યાં બેસવા ગયા હતાં. અચાનક રાત્રિના સમયે 100થી વધુની સ્પીડમાં કાર ચાલક અમારા પર ધસી આવ્યો હતો. કંઈ સમજીએ તે અગાઉ જ કારના ટાયર અમારા પર ફરી વળ્યાં હતાં. હું બેભાન થઈ ગયો હતો. પગમાં, છાતી અને એક હાથમાં ઇજા થઈ છે. પરિવારમાં ભાણેજ અને જીજાજી એક્સપાયર થઈ ગયા છે.

1 1717819829

 

Group 69

 

 

Related posts

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ પવિત્રા એકાદશી નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પવિત્રાનો કરાયો દિવ્ય શણગાર;હજારો ભક્તોએ કર્યા દર્શન

KalTak24 News Team

ગુજરાતથી આટલા કિમી દૂર છે બિપોરજોય વાવાઝોડું, ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું

KalTak24 News Team

સુરત/ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરી પોલીસ ફરીયાદ,સુરતના બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગી,સો.મીડિયામાં બદનામ કરવા કાવતરા કર્યા,વાંચો સમગ્ર વિગતો

KalTak24 News Team
Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો.