Surat News: સુરતમાં બ્રીજ પરથી કુદવા જતી યુવતીને TRB જવાન સહિતના લોકોએ બચાવી લીધી હતી. યુવતીને પ્રેમી પરિણીત હોવાની જાણ થતા હતાશ થઈને આપઘાત કરવા નીકળી હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ, સુરતના અમરોલી બ્રીજ પર ચડીને એક યુવતી તાપી નદીમાં કુદવા જઈ રહી હતી. રાહદારીઓની નજર પડતા યુવતીને પકડી રાખી હતી. જે બાદ નજીક ટ્રાફિક પોલીસચોકી ઉપર ફરજ બજાવતા રાહુલ કૈલાશભાઈ દાયમાને જાણ થતા તેઓ ત્યાં પહોચ્યા હતા. શિફ્તપૂર્વક યુવતીને વાતચીતમાં પરોવીને અન્ય લોકો સાથે તેને પકડી રાખી હતી. બાદમાં પોલીસ અને ફાયરે બ્રિજની જાળીને કટર વડે કાપીને તેને સલામત રીતે બચાવી હતી.
જુઓ વિડિયો:
TRB જવાન રાહુલ કૈલાશભાઈ દાયમાએ યુવતીનો બચાવ્યો જીવ
આ સમય દરમિયાન રાહુલ સતર્કતાથી આપઘાત કરવા જઈ રહેલી યુવતીની સાથે વાતચીત કરવા લાગ્યો હતો. એ પછી વાતમાં પરોવીને અન્ય લોકો સાથે તેને પકડી રાખી હતી અને તુરંત જ ફાયર કન્ટ્રોલ અને પોલીસને જાણ કરી હતી. દરમિયાન મહિલાઓ સહિત લોકો દોડી આવ્યા હતા. પોલીસ અને ફાયરે બ્રિજની જાળીને કટર વડે કાપીને તેને સલામત રીતે બચાવી હતી.
છેલ્લા ચાર વર્ષથી એક યુવકની સાથે ગાઢ પ્રેમ સંબંધમાં હતી
યુવતીની પ્રાથમિક પૂછપરછ કરતા તે છેલ્લા ચારેક વર્ષથી એક યુવકના પ્રેમમાં હતી. જો કે યુવક પરિણીત અને એક સંતાનનો પિતા હોવાની તેણીને જાણ થઇ હતી. જેથી તે હતાશ થઈને તાપી નદીમાં કુદીને આપઘાત કરવા જઈ રહી હતી. યુવતીની માતાનું અવસાન થયું હોય પિતા સાથે રહે છે. આ બનાવ બાદ પોલીસે યુવતીના પિતાને બોલાવીને તેને સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક બ્રિગેડના જવાન રાહુલ દાયમા સહિત લોકોએ યુવતીને આપઘાત કરતા બચાવી લઇને સરાહનીય કાર્ય કર્યું હતું.
પોલીસ મહિલા સુરક્ષા મેમ્બર જલ્પા સોનાણીએ કહ્યું કે, તેઓ પોતાની મિત્ર સાથે મોપેડ પર જઈ રહ્યાં હતાં. આ દરમિયાન યુવતીને તાપી નદીના બ્રિજ પરની ગ્રીલ પર ચડતા જોઈ હતી. એટલે તાત્કાલિક દોડી જઈને તેણીના પગ પકડી રોકી હતી. આ દરમિયાન ફાયરબ્રિગેડ અને ટીઆરબીના જવાનો તથા અન્ય લોકો પણ દોડી આવ્યા હતાં. બાદમાં યુવતીનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.
TRB જવાનની કામગીરીને અધિકારીઓએ બિરદાવી
આ બનાવ બાદ યુવતીના પિતા અને કતારગામ પીસીઆર વાનને પણ બોલાવી લઈને યુવતીને સોંપી દીધી હતી. યુવતીની માતાનું મૃત્યુ થઈ ગયું હોવાથી પિતા સાથે રહેતી હતી. ટ્રાફિક બ્રિગેડના જવાન રાહુલે આપઘાત કરવા નીકળેલી યુવતીને બચાવી લઇને ખૂબ જ સારી કામગીરી કરતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેની ફરજને બિરદાવી હતી.
-
જૂનાગઢ/ આ છે ભવનાથ તળેટીમાં આવેલી પૌરાણિક ફરવા જેવી જગ્યાઓ,જોઈ લો આખું લિસ્ટ
-
આજે ગુજરાતમાં પ્રવેશ કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા,4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટર યાત્રા ફરશે
-
સુરત/ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવી એસટી બસને આપી લીલીઝંડી,દક્ષિણ ગુજરાતમાં આજથી 100 નવી એસટી બસ શરૂ
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube