-
- દાહોદના આદિવાસી સમાજમાં ‘ગાય ગોહરી’ તહેવાર
- ગાયમાતાના આશીર્વાદ માટે દાહોદનો પરંપરાગત તહેવાર
- ગાયમાતાની ક્ષમાયાચના સાથે દાહોદમાં ઉજવાતો તહેવાર
- નવા વર્ષના દિવસે ગાય ગોહરીની અનોખી પરંપરા
Dahod News/સાબીર ભાભોર : દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં નવા વર્ષના દિવસે ઉજવાતો ગાય ગોહરીનો તહેવાર જેમાં આસ્થા અને શ્રદ્ધા સાથે લોકો જમીન ઉપર સૂઈ જાય છે અને ગાયોનું ધાડૂ તેમના ઉપરથી પસાર થાય છે.
નવા વર્ષને લઈને અનોખી પરંપરા
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને જિલ્લા ના આદિવાસી સમાજ માં દિવાળી અને નવા વર્ષ ને લઈ ને અનોખી પરંપરા છે વર્ષો જૂની ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત છે નવા વર્ષ ના દિવસે વહેલી સવારે ખેડૂતો પોતાના પશુ ઑ ને નવડાવી અને તેને કલર કરી મોરપીછ,ફૂમતા ઘૂઘરા સહિત ની વસ્તુઓ થી શણગાર કરે છે.
અનેક ગામો માં ગાયગોહરી ઉજવાય છે શણગારેલા પશુઓ ને લઈ જવામાં આવે છે અને લોકો રસ્તા ઉપર સૂઈ જાય છે અને તેના ઉપર થી ગાયો નું ધાડું દોડી ને પસાર થાય છે ગાયો ને ભડકાવવા માટે ફટાકડા નો ઉપયોગ થાય છે ગાયો ના પગ માં ફટાકડા ફોડવામાં આવે છે જેથી ગાયો દોડવા લાગે ઢોલ નગારા સાથે ઉત્સાહભેર આ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે પ્રાચીન સમય થી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે.
ઉજવણી પાછળ શું છે માન્યતા?
ઉજવણી પાછળ ની માન્યતા છે કે આખું વર્ષ ખેતી સહિત ના કામો માં પશુ ઑ નો ઉપયોગ થતો હોય છે ત્યારે વર્ષ દરમિયાન જાણે અજાણે પશુ ઑ ને દુખ પહોચાડ્યું હોય કે અત્યાચાર થયો હોય તો નવા વર્ષ ના દિવસે ગાયમાતા ને દંડવત પ્રણામ સાથે લોકો જમીન ઉપર સૂઈ જાય છે અને ગાયમાતા ની ક્ષમા માંગતા હોય છે તેમજ આવનારું વર્ષ સારું જાય ખેતી સારી થાય તેવી આસ્થા અને શ્રધ્ધા સાથે લોકો સૂઈ જાય છે અને ગાયો નું ઝુંડ તેમના ઉપર થી દોડી ને પસાર થાય છે અનેક લોકો આસ્થા સાથે આ રીતે વારાફરથી જમીન ઉપર સૂઈ જઈ ગાયમાતા ની ક્ષમાયાચના માંગતા હોય છે આટલી ગાયો શરીર ઉપર થી પસાર થયા પછી પણ કોઈ ને ઇજા નથી પહોચતી એ પણ એક આસ્થા નું કેન્દ્ર રહેલું છે.
રિપોર્ટ: સાબીર ભાભોર – દાહોદ
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube