- રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની શરૂઆત
- 15 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો
- સોમથી શુક્ર 50 રૂપિયા અને શનિ-રવિ 75 રૂપિયા ટિકીટ
Ahmedabad Flower Show 2024: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ફ્લાવર શો 2024નો આજથી 15 જાન્યુઆરી સુધી પ્રારંભ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોનો પ્રારંભ કરવાશે. અમદાવાદવાસીઓને ફ્લાવર શોમાં વૈવિધ્યસભર ફૂલો નિહાળવા મળશે. 400 મીટરનું ફ્લાવર સ્ટ્રક્ચર ઉભું કરાશે, ફ્લાવર શોમાં સરદાર પટેલની પ્રતિમાનું સ્કલ્પ્ચર આકર્ષણ બનશે. તેમજ ગેટને વડનગરના તોરણ જેવો આકાર આપવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા છેલ્લા 10 વર્ષથી આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે યોજવામાં આવતા આ ફ્લાવર શોમાં અનેક નવા આકર્ષણો ઉભા કરવામાં આવે છે.
#WATCH अहमदाबाद: गुजरात के मुख्यमंत्री भूपेन्द्र पटेल ‘वाइब्रेंट अहमदाबाद फ्लावर शो-2024’ में शामिल होने पहुंचे। pic.twitter.com/8PdKW8OvMY
— ANI_HindiNews (@AHindinews) December 30, 2023
ફ્લાવર શોના આકર્ષણ
ફ્લાવર શો દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3, વાઇબ્રન્ટ ગુજરાતની પ્રતિકૃતિ, ઓલિમ્પિક સહિતની વિવિધ રમતોની થીમ, 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર લીલીયમ, 15 લાખથી વધુ ફૂલછોડના રોપા, 30થી વધુ એક્ઝોટીક, બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર્સ, પતંગીયાની પ્રતિકૃતિ, મહિલા સશક્તિકરણ થીમ, સાત ઘોડાની પ્રતિકૃતિ સહિતના આકર્ષણો મુલાકાતીઓ નિહાળી શકશે.શાળાના બાળકો માટે ફલાવરશોની એન્ટ્રી મફત રહેશે.
Dive into the captivating realm of flowers at the Sabarmati Riverfront #FlowerShow2024, available for exploration from December 30th to January 15, 2024, from 9 AM to 9 PM. Be a part of this floral spectacle and lose yourself in the allure of vibrant blossoms.#flowers… pic.twitter.com/PYW31Ky2sL
— Sabarmati Riverfront Development Corporation Ltd. (@SRFDCL) December 28, 2023
શું છે ટિકીટના દર?
ફ્લાવર શો મુલાકાતીઓ માટે સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. ઇસ્ટ સાઇડથી ફ્લાવર શોમાં એન્ટ્રી લેવી હોય તો ફરજિયાતપણે કોમ્બો ટિકીટ લેવી પડશે. જેમાં અટલ બ્રિજ અને ફ્લાવર શોની ટિકીટ લેવી જરૂરી રહેશે. આ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન મુલાકાતીઓએ રૂ.80નો ટિકીટ દર ચૂકવવાનો રહેશે. જ્યારે શનિવાર અને રવિવારના રોજ 105 રૂપિયા ટિકીટ દર નક્કી કરવામાં આવ્યા છે. 12 વર્ષની ઓછી ઉમરના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
એ જ રીતે વેસ્ટ સાઇડથી ફ્લાવર શોમાં એન્ટ્રી લેવી હોય તો માત્ર ફ્લાવર શોની જ ટિકીટ લેવી પડશે. આ માટે મુકાલાતીઓએ સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 50 ટિકીટનો દર ચૂકવવાનો રહેશે, જ્યારે શનિવાર અને રવિવારના રોજ મુલાકાતીઓની સંખ્યામાં વધુ હોવાથી રૂ 75 ટિકીટ દર નક્કી કરવામાં આવ્યો છે. 12 વર્ષની ઓછી ઉમરના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
આ વર્ષે પણ ફ્લાવર શૉ છે ભવ્ય, વિશાળ અને ડિજીટલ…
તો સ્માર્ટ અમદાવાદીઓ, સ્માર્ટ વેમાં ફ્લાવર શૉ જોવા આવો છો ને ?#flowers #FlowerShow2024 #sabarmatiriverfront pic.twitter.com/iPSNA9ixx3
— Sabarmati Riverfront Development Corporation Ltd. (@SRFDCL) December 29, 2023
ફ્લાવર શોમાં કોણ-કોણ રહ્યા ઉપસ્થિત
આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ઔડાના પૂર્વ ચેરમેન શ્રી સુરેન્દ્ર પટેલ, શહેરના ધારાસભ્યશ્રીઓ, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, મ્યુનિ. કમિશનર શ્રી એમ.થેન્નારસન, મ્યુનિ.ના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube