December 18, 2024
KalTak 24 News
Entrainment

બિગ બોસ OTT 3માં રેપર નેજીને હરાવીને સના મકબૂલે જીતી બિગ બોસ ટ્રોફી;ટ્રોફી સાથે 25 લાખ રુપિયા જીત્યા

sana-maqbool-wins-bigg-boss-ott-3-title-gets-rs-25-lakh-along-with-glittering-trophy

Bigg Boss OTT 3 Winner, Sana Makbul: 6 સપ્તાહની રાહ જોયા બાદ આખરે રિયાલિટી શો બિગ બોસ OTT 3 ને તેનો વિજેતા મળી ગયો છે. ટીવી અભિનેત્રી સના મકબૂલે આ શોની ટ્રોફી જીતી છે. રેપર નેઝી ફર્સ્ટ અને રણવીર શૌરી સેકન્ડ રનર અપ રહ્યા હતા. સનાને 25 લાખની ઈનામી રકમ મળી છે. ટ્રોફી જીત્યા બાદ તે ભાવુક થઈ ગઈ અને તેની માતાને ભેટી પડી હતી. કૃતિકા મલિક અને સાઈ કેતન રાવ પહેલાથી જ ટોપ 3માંથી બહાર થઈ ગયા હતા.

સનાએ મેળવ્યો દર્શકોનો ભરપૂર પ્રેમ

21 જૂનના રોજ થયેલ બિગ બોસ ઓટીટી સિઝન 3માં 16 સ્પર્ધકોએ એન્ટ્રી લીધી હતી. એક પછી એક સ્પર્ધક શોની બહાર જતા ગયા પરંતુ સના મકબુલે મજબૂતીથી ઘરમાં તેની જગ્યા બનાવી રાખી. સના મકબુલે ટોપ 5માં તેની સાથે પહોંચનાર સ્પર્ધકો કૃતિકા મલિક, રણવીર શૌરી, નેઝી, સાઈ કિતન રાવને હરાવ્યા હતા. વોટિંગ લાઈનની અંદર સનાએ સૌથી વધુ દર્શકોનો પ્રેમ મેળવ્યો અને વિજેતા બની.

 

View this post on Instagram

 

A post shared by JioCinema (@officialjiocinema)

ટ્રોફી સાથે 25 લાખ રૂપિયા મળ્યા

સના મકબૂલને માત્ર ચમકદાર ટ્રોફી જ નથી મળી પરંતુ તેની સાથે તેને 25 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ આપવામાં આવી છે. બિગ બોસ OTT 3 ની વિનર બન્યા બાદ તે ઘણી ખુશ દેખાતી હતી. બિગ બોસ ઓટીટી 3 બોલિવૂડ સુપરસ્ટાર અનિલ કપૂર દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. અનિલ કપૂરને એક એપિસોડ માટે લગભગ 2 કરોડ રૂપિયાની ફી મળી હતી. ઉલ્લેખનીય છે કે બિગ બોસ ઓટીટી 2ને સલમાન ખાને હોસ્ટ કર્યો હતો. કરણ જોહર બિગ બોસ ઓટીટીની પ્રથમ સીઝનના હોસ્ટ હતા.

અભિનેતા રણવીર શૌરી સાથે થયો હતો વિવાદ

સનાએ ANI સાથેની વાતચીતમાં જણાવ્યું કે ચાહકોએ મને જિદ્દી સનામાંથી જિદ્દી વિજેતા બનાવી દીધી છે. શરૂઆતના બે અઠવાડિયા ખૂબ જ સારું લાગતું હતું પરંતુ જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ લોકો બદલાતા ગયા. જેઓ તમારી સાથે બેસતા હતા તેઓ જ તમારા વિશે ખરાબ બોલતા હતા. શોમાં સનાના અનેક લોકો સાથે વિવાદો પણ થયા હતા. જેમાં પ્રસિદ્ધ અભિનેતા રણવીર શૌરી પણ સામેલ છે. જો કે સના છેક છેલ્લે સુધી અડી રહી અને ટ્રોફી પોતાના નામે કરી.

આ શોમાં પણ કરી ચુકી છે સના

અગાઉ 2009માં તે રિયાલિટી ટીવી શો MTV Scooty Teen Diva માં જોવા મળી હતી. વર્ષ 2012માં તેણે ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લીધો અને બ્યુટીફુલ સ્માઈલ એવોર્ડ જીત્યો. સના ખતરો કે ખિલાડી સિઝન 11 અને ફિયર ફેક્ટર જેવા શોમાં પણ દેખાઈ ચુકી છે.

આ બિગ બોસ OTT 3 ના 16 સ્પર્ધકો હતા

તમને જણાવી દઈએ કે બિગ બોસ ઓટીટીની ત્રીજી સીઝન જિયો સિનેમા પર 21 જૂનથી શરૂ થઈ હતી. આ સિઝનમાં કુલ 16 સ્પર્ધકો હતા. તેમાં નાઝી, સના મકબૂલ, રણવીર શૌરી, કૃતિકા મલિક અને સાઈ કેતન રાવ ઉપરાંત સના સુલતાન, દીપક ચૌરસિયા, શિવાની કુમારી, અરમાન મલિક, વિશાલ પાંડે, લવકેશ કટારિયા, પાયલ મલિક, ચંદ્રિકા દીક્ષિત, નીરજ ગોયત, મુનિષા ખટવાણી અને પો. દાસનું નામ સામેલ હતું. જ્યારે અદનાન શેખે પાછળથી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી.

બિગ બોસના ઘરમાં દોઢ મહિનાથી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો. મેકર્સે આ સિઝનમાં ઘણી નવી વસ્તુઓ કરી છે. 17 વર્ષમાં આ પ્રથમ વખત બન્યું હતું કે જ્યારે કોઈ બહારનો વ્યક્તિ પણ શોનો ભાગ હતો. મોબાઈલ ફોન આપવામાં આવ્યા, પરિવારના સભ્યો વચ્ચે ઘણા ઝઘડા થયા, કોઈને થપ્પડ પણ લાગી. ‘ભાભી સુંદર લાગે છે…’ આ ડાયલોગને લઈને શોની અંદર અને બહાર ઘણો હોબાળો પણ થયો હતો. અનિલ કપૂરના હોસ્ટિંગ હેઠળ આ શો સફળ રહ્યો હતો.

 

 

 

Related posts

BREAKING NEWS/ પૂનમ પાંડે જીવિત છે….: મોતની અફવાઓ પર પૂર્ણવિરામ, Video શેર કરીને કર્યો મોટો ખુલાસો;ગઈકાલે સામે આવ્યા હતા નિધનના સમાચાર

KalTak24 News Team

National Film Award 2024: નેશનલ એવોર્ડ હાથમાં લેતા જ ભાવુક થઈ માનસી પારેખ,જુઓ ભાવુક કરી દેતો વીડિયો

KalTak24 News Team

Miss World 2023: 27 વર્ષ બાદ ભારતમાં એકવાર ફરીથી યોજાશે Miss World 2023,130 દેશોની બ્યૂટીઝઓ લેશે ભાગ

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં