Raveena Tandon Somnath Jyotirling Visit: બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી રવિના ટંડન(Raveena Tandon) પોતાની દીકરી રાશા(Rasha Thadani) સાથે ગુજરાતમાં આવેલ સોમનાથ જ્યોતિર્લિંગ( Somanth Temple)ના દર્શન કરવા માટે પહોંચી હતી. બંને મહાદેવની ભક્તિમાં જોવા મળી હતી. રવિના અને રાશા બંને સોશિયલ મીડિયા પર મહાદેવના દર્શન કરતી તસવીરો શેર કરી છે.અભિનેત્રીએ મંદિરની વ્યવસ્થાની પ્રસંશા કરી મંદિરના વિકાસ માટે PM Modi નો આભાર માન્યો હતો.
રવિના ટંડન પુત્રી સાથે સોમનાથ મહાદેવના દર્શને પહોંચી
સુપ્રસિદ્ધ અભિનેત્રી રવિના ટંડન તેની પુત્રી સાથે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પહોંચી હતી અને તેમને સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરીને ધન્યતા વ્યક્ત કરી હતી. સોમનાથનો જલાભિષેક કરી તેઓએ હરહર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું હતું. આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂજારી દ્વારા રવિના ટંડનને સોમનાથ મહાદેવનો પ્રસાદ આપી શુભાશિષ પાઠવવમાં આવ્યા હતા.
View this post on Instagram
રવિના અને રાશાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલ તસવીરોમાં જોઈ શકાય છે કે, બંને ભક્તિમાં ડૂબેલી જોવા મળી રહી છે. મા-દીકરીએ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કર્યા. તેમના માથા પર શિવ તિલક લાગેલું છે. બંનેના દર્શનના વીડિયો ઘણા વાયરલ થઈ રહ્યા છે.
View this post on Instagram
અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, ‘Somnath! ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् | उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् || Har Har Mahadev !’ આ સાથે જ તેણે લખ્યું છે કે આ તસવીરો સોમનાથ મંદિર ટ્રસ્ટ પાસેથી પરમિશન લીધા બાદ શેર કરાઈ છે. રવીનાની આ પોસ્ટ પર લોકો સતત હર હર મહાદેવનો જયકાર લગાવતા જોવા મળી રહ્યા છે. અગાઉ, અભિનેત્રીએ ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ અને દક્ષિણ ભારતમાં સ્થિત રામેશ્વરમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા.
રવિના ટંડને શું કહ્યું ?
અભિનેત્રી રવિના ટંડને સોમનાથ મંદિર વ્યવસ્થાપન અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી યાત્રી સુવિધા અને સમાજ ઉત્કર્ષની કામગીરી તેમજ પ્રકૃતિ રક્ષણ માટે કરવામાં આવતા સોમનાથ ટ્રસ્ટના કાર્યો વિશે જાણીને સોમનાથ ટ્રસ્ટની ઉત્તમ યાત્રી સુવિધાઓને અભિનંદન આપ્યા હતા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ તીર્થ ક્ષેત્રમાં થયેલ વિકાસ અંગે પ્રધાનમંત્રીનો આભાર પ્રગટ કર્યો હતો.
જણાવી દઈએ કે, રવિના ટંડને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, આગામી સમયમાં તે ફિલ્મ વેલકમ ટૂ ધ જંગલ અને વેબ સિરીઝ કર્મા કોલિંગમાં જોવા મળશે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube