December 18, 2024
KalTak 24 News
Entrainment

મનીશ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં ફિલ્મી સિતારાઓનો જમાવડો, રેખાએ તેની અદાઓથી સૌને ઘાયલ કર્યા;જુઓ તસવીરો

manish-malhotra-diwali-bash-photos-alia-janhvi-rekha-and-other-celebs-spotted-see-photos

Manish Malhotra Diwali Party: મશહુર ફેશન ડિઝાઈનર મનીશ મલ્હોત્રાએ 22 ઓક્ટોબરના દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડ સેલેબ્સે શાનદાર આઉટફિટ સાથે પાર્ટીમાં પહોંચ્યા હતા અને રંગ જમાવ્યો હતો.

આલિયા ભટ્ટ, શાહિદ કપૂર, કાજોલ, કૃતિ સેનન, કિયારા અડવાણી, રેખા, કરણ જોહર, શિલ્પા શેટ્ટી અને વરુણ ધવન સહિત ઝેન જી સ્ટાર્સ અનન્યા પાંડે, સુહાના ખાન, જાહ્નવી કપૂર, અલીઝેહ અગ્નિહોત્રી અને રાશા થડાની પણ દિવાળી પાર્ટીમાં હાજર રહ્યા હતા.

પાર્ટીમાં બધાની નજર પીઢ અભિનેત્રી રેખા પર ટકેલી હતી. રેખા મનીષ મલ્હોત્રાના ખૂબ જ નજીકના લોકોમાંથી એક છે. રેખાએ તેના મોહક અભિવ્યક્તિઓથી બધાને ઘાયલ કરી દીધા. મનીષ મલ્હોત્રા પોતે એક તસવીરમાં રેખા અને શબાના આઝમી સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.

સ્ત્રીની અદાકારા શ્રદ્ધા કપૂર સિલ્વર રંગની સાડીમાં નજરે પડી હતી. તેણે સ્લીલવેસ બ્લાઉઝ અને ઈયરરિંગ્સ સાથે તેનો લુક કમ્પલીટ કર્યો હતો.

બેસ્ટ ફ્રેન્ડ સુહાના ખાન અને અનન્યા પાંડે એકસાથે નજરે પડ્યા હતા. સુહાનાએ લાલ રંગની સાડી પહેરી હતી તો અનન્યા પાંડે સફેર રંગની સાડીમાં શોભી ઉઠી હતી.

આલિયા ભટ્ટ પિંક કલરના લહેંગામાં ખૂબ સુંદર લાગી રહી હતી. તે દિવાળી પાર્ટીમાં તેની બહેન સાથે પહોંચી હતી. આ જ લહેંગો તેણે પોતાના મહેંદી ફંક્શનમાં પહેર્યો હતો.

કૃતિ સેનને દિવાળી પાર્ટી માટે ચમકતી પીળા રંગની સાડી પહેરી હતી. સાથે મોતીવર્ક વાળો બ્લાઉઝ પેર કર્યો હતો. જેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એકબીજાનો હાથ પકડીને દિવાળી પાર્ટીમાં પહોંચ્યા હતા. કિરાયાએ ફિશકટ ડિઝાઈનનો ગોલ્ડન લહેંગો પહેર્યો હતો. જ્યારે સિદ્ધાર્થે તેમની સાથે મેચિંગ કર્યું હતું.

mansih-malhotra-diwali-bash-photos-ananya-alia-janhvi-rekha-disha-patani-kriti-sanon-and-other-celebs-spotted-417672

સુહાના ખાન જલ્દી જ પિતા શાહરૂખ ખાન સાથે ફિલ્મ કિંગમાં જોવા મળવાની છે. અભિનેત્રીએ અગાઉ ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી ઓટીટી ડેબ્યૂ કરી ચુકી છે.

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

બોલિવુડ અભિનેતા KRKની ધરપકડ,જાણો શું છે મામલો

KalTak24 News Team

રણવીરસિંહનું નવું મૂવી’જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર રિલીઝ

KalTak24 News Team

બીજા દિવસે પણ રણબીર-આલિયાની બ્રહ્માસ્ત્ર ફિલ્મની ધૂમ, કેટલા કરોડનો બિઝનેસ કર્યો

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં