Anant Ambani and Radhika Merchant Wedding: છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા સહિત તમામ જગ્યાએ અનંત -રાધિકાના લગ્નની ચર્ચાઓ છે. સોશિયલ મીડિયા તેમના લગ્ન પહેલાના ફંક્શન સહિતની વિવિધ તસવીરો અને વીડિયોથી છવાઈ ગયું છે. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે. ગ્રહ શાંતિ પૂજાનો આ વીડિયો એપિક સ્ટોરીઝ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં અંબાણી પરિવાર અનંત રાધિકાના મંગળમય જીવન માટે ગ્રહ શાંતિની પૂજા કરતો નજરે પડ્યો હતો.
વીડિયોમાં રાધિકા મર્ચન્ટ તેના પિતા સાથે પ્રવેશ કરતાં નજરે પડે છે. રાધિકા મર્ચન્ટે પરંપરાગત ગુજરાતી સાડી પહેરેલી હતી. સાથે તેમણે માથામાં ગજરો નાખ્યો હતો. રાધિકા મર્ચન્ટની માતા રાધિકા અને અનંતની આરતી ઉતારે છે. અનંત અંબાણીએ લાલ રંગનો કુર્તા પાયજામા અને નેહરુ જેકેટ પહેર્યું હતું. રાધિકા અનંત ઉપર પાણી છાંટતી નજરે પડે છે. ત્યારબાદ અનંત રાધિકાને ભેટતાં દેખાય છે.
View this post on Instagram
નીતા અંબાણીએ રાધિકાની નજર ઉતારી
મુકેશ અંબાણી પણ પોતાના પરિવાર સાથે આ ગ્રહપૂજામાં જોવા મળ્યા હતા. નીતા અંબાણી રાધિકાની નજર ઉતારતાં જોવા મળે છે. રાધિકા તેમના સાસુને પગે લાગે છે. નીતા અંબાણી તેમને આર્શિવાદ આપે છે. રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ આ ક્ષણે થોડા ભાવુક જોવા મળ્યા હતા.
ગ્રહ શાંતિનો વીડિયો વાયરલ
રાધિકા મર્ચન્ટે ગ્રાહ શાંતિની પૂજામાં પારંપરિક ગુજરાતી સાડી પહેરી હતી. વ્હાઈટ સાડીને રાધિકાએ લાલ રંગના હોફ સ્લીવ્સ બ્લાઉઝ સાથે કેરી રહી હતી. નેકપીસ, મેચિંગ ઈયરરિંગ્સ, માંગ ટીકા અને બ્રાહ્મી નથથી પોતાના લુકને કમ્પ્લિટ કર્યો હતો. વાળ ખુલ્લા રાખ્યા હતા અને તેમાં ગજરો લગાવ્યો હતો.
અનંત-રાધિકાના આ ફોટોએ દિલ જીતી લીધું
રાધિકા મર્ચન્ટે ગરબા નાઈટ માટે પર્પલ કલરનો લહેંગો પસંદ કર્યો હતો. આ શ્રીનાથજી પ્રિન્ટવાળા બાંધણી લહેંગામાં તેને ગુજરાતી ટ્રેડિશનલ લુક ફ્લોન્ટ કર્યું હતું. તેમજ અનંત અંબાણીએ પિંક કલરનો કૂર્તો પહેર્યો હતો જેને પ્રિન્ટેડ વેસ્ટ કોટની સાથે તેને પેર કર્યો હતો.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વીધીના કેટલાક રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેમાં કપલ એકબીજાના પ્રેમમાં ડૂબેલુ જોવા મળી રહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube