Rituraj Singh Passes Away: ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે નિધન થઈ ગયું છે. ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી એન્ટરટેઈમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. તેઓ છેલ્લા ઘણા સયમથી બીમાર હતી અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
ઋતુરાજ સિંહ લાંબી સારવાર બાદ રિકવર પણ થઈ ગયા હતા પરંતુ અચાનક આવેલા કાર્ડિયાક અરેસ્ટના કારણે તેઓ મૃત્યુ પામ્યા છે. ઈટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, ઋતુરાજ સિંહ પેનક્રિયાઝની સમસ્યાથી પરેશાન હતા, જેની સારવાર માટે તેઓ થોડા સમય પહેલા હોસ્પિટલમાં દાખલ થયા હતા. ઋતુરાજ સિંહના નજીકના મિત્ર અમિલ બહલે તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે.
હાલમાં જ ઋતુરાજ સિંહ રૂપાલી ગાંગુલીની હિટ ડ્રામા સીરિયલ ‘અનુપમા’માં જોવા મળ્યા હતા. તેઓ ઘણા હિટ શોમાં કામ કરી ચૂક્યા છે. ટીવી શો ઉપરાંત તેઓ ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂક્યા છે. આ સાથે જ ઘણી વેબ સિરીઝમાં પણ તેઓ જોવા મળ્યા હતા. છેલ્લે તેઓ રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળ્યા હતા.
ઋતુરાજના નિધનના સમાચારની પુષ્ટિ તેમના નજીકના મિત્ર અભિનેતા અમિત બહલે કરી છે. અમિતે કહ્યું, ‘હા, તેમનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. તેમને સ્વાદુપિંડની સારવાર માટે થોડા દિવસો પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી, જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે તેમને હૃદયની કેટલીક સમસ્યાઓ હતી જ્યારે પછી તેમનું મૃત્યુ થયું હતું.
બોલિવૂડ એક્ટર અરશદ વારસીએ ટ્વિટ કરીને ઋતુરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અરશદે જણાવ્યું કે તે અને ઋતુરાજ એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. અભિનેતાએ લખ્યું, ‘ઋતુરાજના નિધનના સમાચાર સાંભળીને દુઃખી છું. અમે એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. નિર્માતા તરીકે તે મારી પ્રથમ ફિલ્મનો ભાગ હતા. એક સારો મિત્ર અને અદ્ભુત અભિનેતા ગુમાવ્યો… તમને યાદ કરીશ ભાઈ…’
ઋતુરાજ સિંહ છેલ્લે લોકપ્રિય ટીવી શો ‘અનુપમા’માં જોવા મળ્યા હતા
અભિનેતાના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઋતુરાજે 1989માં રિલીઝ થયેલી ટીવી ફિલ્મથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. દિવંગત અભિનેતા ઋતુરાજે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સહિત અન્ય ઘણા લોકપ્રિય ટીવી શોમાં પણ કામ કર્યું છે. અભિનેતાના અંગત જીવનની વાત કરીએ તો ઋતુરાજ સિંહનું પૂરું નામ ઋતુરાજ સિંહ ચંદ્રાવત સિસોદિયા હતું. તેમનો જન્મ રાજસ્થાનના કોટામાં સિસોદિયા રાજપૂત પરિવારમાં થયો હતો.
1993માં મુંબઈ આવ્યા અને એક્ટિંગને કરિયર તરીકે પસંદ કર્યું. ઋતુરાજે અત્યાર સુધી ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘એક ખેલ રાજનીતિ’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ઋતુરાજ સિંહે દિલ્હીમાં 12 વર્ષ સુધી બેરી જ્હોન્સ થિયેટર એક્શન ગ્રૂપ (TAG) સાથે થિયેટરમાં કામ કર્યું અને ઝી ટીવી પર પ્રસારિત થતા લોકપ્રિય હિન્દી ટીવી ગેમ શો, ‘તોલ મોલ કે બોલ’માં અભિનય કર્યો.
સોશિયલ મીડિયા પર ચાહકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે
સોશિયલ મીડિયા પર ચાહકોની સાથે ટીવીની દિગ્ગજ હસ્તીઓ પણ શ્રદ્ધાંજલિ આપી રહી છે. એક યુઝરે લખ્યું કે, ‘ભગવાન તેમના આત્માને શાંતિ આપે.’ અન્ય યુઝરે લખ્યું, ‘અનુપમામાં તેની એક્ટિંગ પ્રશંસનીય રહી છે. હું તેમના કારણે જ શો જોતો હતો’.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube