- હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર
- 12 નવેમ્બરના રોજ મતદાન યોજાશે
- કેન્દ્રીય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજી કરી જાહેરાત
દિલ્હીના વિજ્ઞાનભવનમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે પ્રેસ કોન્ફરન્સ કરી. આ પત્રકાર પરિષદમાં હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)માં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી. હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)માં 12 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન અને 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. હિમાચલ પ્રદેશમાં કુલ વિધાનસભા સીટ 68માંથી સામાન્ય સીટ 48, 17 SC, 3 ST છે. કુલ 5507261 મતદાર છે. એક તબક્કામાં ચૂંટણી થશે.
12 નવેમ્બરે ચૂંટણી
ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ યોજીને હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી. ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે રાજ્યમાં 12 નવેમ્બરે મતદાન યોજાશે અને 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર કરાશે.
મહત્વની તારીખો
મતદાનની તારીખ : 12 નવેમ્બર, 2022
પરિણામની તારીખ : 8 ડિસેમ્બર, 2022
Assembly polling in #HimachalPradesh to be held on 12th November; Counting of votes to be held on 8th December pic.twitter.com/t4y3Hsx9xi
— ANI (@ANI) October 14, 2022
સંપૂર્ણ શિડ્યૂલ
જાહેરનામું પ્રસિદ્ધ: 17 ઓક્ટોબર, 2022
ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : 25 ઓક્ટોબર, 2022
ફોર્મ ચકાસણી : 27 ઓક્ટોબર, 2022
ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ : 29 ઓક્ટોબર, 2022
મતદાન : 12 નવેમ્બર, 2022
પરિણામ : 8 ડિસેમ્બર, 2022
હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો પર યોજાશે ચૂંટણી
હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)માં 68 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, જ્યારે ગુજરાતમાં 182 બેઠકો પર ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થશે. આ બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે. હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થશે, જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આ વખતે તનતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત પર ફોકસ કરી રહ્યા છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપરા છાપરી ગુજરાતના પ્રવાસો યોજી રહ્યા છે.
ઘરેથી વોટિંગ કરવાની સુવિધા આપશે ચૂંટણી પંચ
ચૂંટણી પંચે પત્રકાર પરિષદ દરમ્યાન કહ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના લોકો, દિવ્યાંગ કે કોવિડ સંક્રમિત જે મત આપવા માંગે છે પરંતુ પોલિંગ બૂથ આવી શકતા નથી, ચૂંટણી પંચ આવા મતદારોને ઘરે જઇ તેમને મતદાન કરવાની સુવિધા આપશે. તેમણે કહ્યું કે ઓક્ટોબર મહિનામાં ઘણા તહેવારો આવશે તેમાંથી એક લોકશાહીના પર્વની પણ ઉજવણી થશે.
અમે ગાઇડલાઈનમાં ફેરફાર કર્યો
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ગાઇડલાઈનમાં ફેરફાર કર્યો છે. અમે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયો દ્વારા ચર્ચા કરી છે. ચૂંટણીમાં લોકોની ભાગીદારી વધારવાનો પ્રયાસ છે. નવા મતદારોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. કેટલાંક પોલિંગ સ્ટેશન PWD સંચાલન કરશે. તો કેટલાંક પોલિંગ સ્ટેશન માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત કરાશે. મતદારોનો આવકાર કરાશે.
ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર ન થવાના સંભવિત કારણો
મહત્વનું છે કે, ગુજરાતમાં હજું ઘણા સરકારી કાર્યક્રમો બાકી છે. ડિફેન્સ એક્સપો જે 20-21-22 ઓક્ટોબરે આયોજિત છે, જેમાં વડાપ્રધાન પોતે હાજરી આપવાના છે. આવા સંજોગોમાં ગુજરાતની ચૂંટણી જાહેર થવાની શક્યતા ઓછી છે. આ પહેલાં પણ ડિફેન્સ એક્સપો માર્ચ 2022માં આયોજિત કરવામાં આવ્યો હતો, પરંતુ અમુક કારણોથી એ પાછો ઠેલવામાં આવ્યો હતો. ગુજરાત એક્સપો સરકારનો ખૂબ મોટો કાર્યક્રમ માનવામાં આવે છે. આ ઉપરાંત પણ ઓક્ટોબર મહિનામાં ઘણાં નાના-મોટા કાર્યક્રમો છે જે સરકાર દ્વારા આયોજિત કરાયેલા છે. બીજી બાજુ વાત કરીએ તો 18 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે જ્યારે હિમાચલ પ્રદેશનો 8 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. જેથી ગુજરાતની તારીખો મોડી કરવાનું નક્કી કર્યુ હોઈ શકે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp