Gujarat Bus Driver Crime: દેશભરમાં મહિલાઓ પર દુષ્કર્મના ઘટનાઓએ જોર પકડ્યુ છે.સુરતમાં લક્ઝરી બસના ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. લાઠીથી સુરત આવતી મારુતિ નંદન ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચર્યું હતું. સુરતના પર્વત પાટિયા વિસ્તારની 33 વર્ષની મહિલા દુષ્કર્મનો ભોગ બની છે. મહિલાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
ડ્રાઇવરે ધમકી આપી દુષ્કર્મ આચર્યું
મળતી માહિતી મુજબ સુરતના પરવત પાટિયા વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલાએ એક ખાનગી બસના ડ્રાઈવર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના સાત વર્ષના પુત્ર સાથે ગત 14 સપ્ટેમ્બરના રોજ લાઠી ખાતે રહેતી બહેનને મળવા સરથાણા ખાતેથી મારૂતિ નંદનની લક્ઝરી બસમાં નીકળી હતી. બીજા દિવસે સવારે તે ત્યાં પહોંચ્યા બાદ તેની ટિકિટ ઉપર લખેલા તેના નંબરના આધારે તે લક્ઝરી બસના ડ્રાઈવરે અવારનવાર ફોન કરી ફ્રેન્ડશીપ રાખવા દબાણ પણ કર્યું હતું. જો કે, તેણે ના પાડી હતી.
બાજુમાં સૂતેલા પુત્રને મારી નાખીશ તેવી ધમકી આપી બીજા દિવસે રાત્રે ભોગ બનનાર યુવતી તે જ લક્ઝરી બસમાં ટિકિટ બૂક કરાવી પુત્ર સાથે સુરત આવવા નીકળી હતી. રાત્રે બે વાગ્યે તારાપુર ચોકડી પસાર થયા બાદ બધા પેસેન્જર સૂઈ ગયા હતા ત્યારે બીજો ડ્રાઈવર બસ ચલાવતો હોય ત્યારે ફોન કરનાર ડ્રાઈવર તેના સોફામાં આવ્યો હતો અને સંબંધ રાખવા દબાણ કર્યું હતું. આ સાથે કહ્યું હતું કે, જો શરીર સંબંધ બાંધવા નહીં દે તો બાજુમાં સૂતેલા પુત્રને મારી નાખીશ. તેણે ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તે ત્યાં જ બેસી રહ્યો હતો અને આ વાતની કોઈને જાણ કરતી નહીં તેવી ધમકી આપી હતી.
ડ્રાઇવર સામે નોંધાવી ફરિયાદ
સવારે બસ કાપોદ્રા બંબાગેટ ખાતે પહોંચી હતી, જ્યાં મહિલા પુત્ર સાથે ઉતરી હતી અને તેને તેડવા આવેલા પતિ સાથે ઘરે પહોંચી હતી. ત્યારબાદ બનાવ અંગે પતિને જાણ કરતા તેમણે પોતાની રીતે ડ્રાઈવરની શોધખોળ કરી હતી. તે નહીં મળતા તેઓ પુણા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા. બનાવ કાપોદ્રા વિસ્તારમાં હોય ત્યાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે. હાલ તો પોલીસે બસને કબજે લીધી છે.અત્યારે પોલીસે આરોપીને પકડવા માટે તમામ ચક્રો ગતિમાન કર્યા છે. નોંધનીય છે કે, આવા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ સાથે તેને નોકરીમાંથી પર બરકત કરવો જોઈએ.જે ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી એક ટીમ લાઠી રવાના કરી હતી જોકે આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો હાલ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી
ACP વિપુલ પટેલે જણાવ્યું હતું કે આ બનાવમાં હકીકત એવી છે કે ભોગ બનનાર પોતે અમરેલીના લાઠીમાં પોતાની બહેનના ઘરે ગયાં હતાં. ત્યાંથી મારુતિ નંદન ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યાં હતાં. બસના ડ્રાઈવરે રાતે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી તેની મરજી વિરુદ્ધ શરીરસુખ માણ્યું હતું. કોઈને આ બનાવ વિશે જણાવીશ તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી, આથી ભોગ બનનારે કાપોદ્રા પોલીસ ખાતે ફરિયાદ આપતાં તેમની ફરિયાદ લીધી છે. હાલ આ ગુનાની તપાસ કાપોદ્રા પોલીસ કરી રહી છે. ભોગ બનનાર 14 સપ્ટેમ્બરે લાઠી તેની બહેનના ઘરે ગયાં હતાં. ત્યારે ડ્રાઈવર સાથે સંપર્કમાં આવ્યાં હતાં. મોબાઈલ નંબરથી સંપર્ક કરવા ડ્રાઈવર તેને દબાણ કરતો હતો. પરત ફરતી વખતે ભોગ બનનાર આ જ બસમાં આવ્યાં હતાં ત્યારે તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બન્યો છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube