November 22, 2024
KalTak 24 News
ReligionGujarat

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસની એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્યોર સિલ્કના વાઘા અને આલ્કોહોલ વગરના અત્તર-પરફ્યુમનો દિવ્ય શણગાર

Srikashtabhanjandev gave Dada a pure silk wagha and A divine decoration of alcohol-free perfumes
  • શ્રીકષ્ટભંજનદેવ દાદાને પ્યોર સિલ્કના વાઘા પહેરાવાયા
  • સવારે 5.45 કલાકે દાદાની કરાઈ મંગળા આરતી
  • શ્રાવણ માસ અને મંગળવાર તેમજ શનિવારે દાદાને કરાય છે ભવ્ય શણગાર

Sarangpur Hanuman Photos: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત તા. 29-08-2024ને ગુરુવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને એકાદશી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને વિવિધ પ્રકારના આલ્કોહોલ વગરના અત્તર/પરફયુમનો દિવ્ય શણગાર કરી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા – અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ.

Srikashtabhanjandev gave Dada a pure silk wagha and A divine decoration of alcohol-free perfumes

ભકતોમાં અનોરી ખુશી

શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના તેમજ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.ગઈકાલે દાદાને મોતીના વાઘા અને સિંહાસનને અનેકવિધ ડીઝાઇનની અનેક ઘડિયાળનો શણગાર કરાયો હતો.

Srikashtabhanjandev gave Dada a pure silk wagha and A divine decoration of alcohol-free perfumes

Srikashtabhanjandev gave Dada a pure silk wagha and A divine decoration of alcohol-free perfumes

દાદાના વાઘા વૃંદાવનમાં થયા તૈયાર

આજે દાદાને પહેરાવાયેલા વાઘા વિશે કોઠારી સ્વામીએ જણાવ્યું કે,તો આજે દાદાને વિશેષ વાઘા પહેરાવામાં આવ્યા છે. દાદાના આ સફેદ રંગના વાઘા પ્યોર સિલ્કના કાપડના છે. આ વાઘા વૃંદાવનમાં બનાવડાવવામાં આવ્યા છે. જેમાં જરદોશી વર્ક કરાયું છે. આ સાથે વાઘામાં ફુલ અને વેલની ડિઝાઈન પણ છે.

Srikashtabhanjandev gave Dada a pure silk wagha and A divine decoration of alcohol-free perfumes

અત્તર અને પર્ફ્યૂમનો શણગાર

આજે શ્રાવણ મહિનાની એકાદશી નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને આલ્કોહોલ વગરના અત્તર અને પર્ફ્યૂમનો શણગાર કરાયો છે. શણગાર માટે 1200થી વધુ અત્તર-પર્ફ્યુમ લંડન, દુબઈ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતના અલગ-અલગ રાજ્યમાંથી મંગાવ્યા છે. સિંહાસને શણગાર કરતાં 4 કલાકનો સમય લાગ્યો છે. અત્તર અને પર્ફ્યૂમનું કલેક્શન કરતાં 6 મહિના જેટલો સમય લાગ્યો હતો. આ પછી અલગ-અલગ મંદિરમાં ઠાકોરજી માટે મોકલી આપવામાં આવશે.

Srikashtabhanjandev gave Dada a pure silk wagha and A divine decoration of alcohol-free perfumes

 

 

Group 69

 

 

Related posts

સુરત પોલીસનું જનજાગૃતિ અભિયાન,બેનરો લગાડી બેન્કમાં પ્રવેશતા લોકોએ શું-શું તકેદારીઓ રાખવી તેની અપાઈ માહિતી; VIDEO

KalTak24 News Team

સુરત/જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન થકી પટેલ સમાજના કિકાણી પરિવાર દ્વારા 28 વર્ષીય મહિલાના અંગોનું કરાયું અંગદાન,સમાજને પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણ..,VIDEO

Sanskar Sojitra

Talati Cum Mantri Qualification: તલાટીની ભરતીને લઇને પંચાયત વિભાગનો મોટો નિર્ણય,હવે ધો.12 પાસને બદલે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ ભરી શકાશે ફોર્મ

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..