October 15, 2024
KalTak 24 News
Gujarat

Talati Cum Mantri Qualification: તલાટીની ભરતીને લઇને પંચાયત વિભાગનો મોટો નિર્ણય,હવે ધો.12 પાસને બદલે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ ભરી શકાશે ફોર્મ

Talati Cum Mantri Qualification
  • પંચાયત વિભાગે નવા નિયમ જાહેર કર્યા
  • અત્યાર સુધી ઘો.12 પાસ પર લેવાતી હતી પરીક્ષા
  • તલાટીની નવી ભરતી હવે ગ્રેજ્યુએશન પર થશે

Gandhinagar News: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાતને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ તલાટી કમ મંત્રીની લાયકાત ધોરણ 12 પાસને બદલે સ્નાતક કક્ષાની કરવામાં આવી છે. એટલે કે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ તલાટી કમ મંત્રીની ભરતીની પરીક્ષા માટે અરજી કરી શકશે.

‘નવી ભરતી ગ્રેજ્યુએશન પર થશે’

તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે પંચાયત વિભાગે નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ધોરણ 12 પાસ ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકતા હતા, પરંતુ હવે તલાટી કમ મંત્રીની નવી ભરતી ગ્રેજ્યુએશન પર જ થશે.

તલાટી કમ મંત્રી સંવર્ગની જાહેરાત સ્નાતક કક્ષાએ લેવાશે

અત્રે નોંધનીય છે કે, હવેથી તલાટી કમ મંત્રી સંવર્ગની જાહેરાત સ્નાતક કક્ષાએ લેવામાં આવશે. જોકે તલાટીની તમામ પોસ્ટ ભરાઈ ગઈ હોવાના કારણે હાલમાં નજીકના ભવિષ્યમાં પરીક્ષાની કોઈ પણ જાતની શક્યતા દેખાતી નથી.

તાજેતરમાં જ ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ રાજ્યમાં તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. જેમાં પંચાયત સેવાના 3014 તલાટી કમ મંત્રીને નોકરી મળશે. તો 998 જૂનિયર ક્લાર્કને પણ નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. તલાટી કમ મંત્રી તથા જૂનિયર ક્લાર્ક સહિત આશરે 4500 ઉમેદવારને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

આવતીકાલે વડાપ્રધાન રાણીપમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી ઘાટલોડિયા ખાતે મતદાન કરશે, ગવર્નર આનંદીબેન પટેલ પણ મતદાન કરશે

ભૂપેન્દ્ર પટેલ આજે બીજી વખત CM પદના લેશે શપથ, આ ચહેરાઓને મળી શકે છે કેબિનેટમાં સ્થાન, જુઓ સંપૂર્ણ યાદી

Sanskar Sojitra

શું તમારે વોટ આપવા જવું છે પણ મતદાન મથક ક્યાં છે ખબર નથી? તો અહીંથી તમારી વોટર સ્લીપ ડાઉનલોડ કરી શકો છો

KalTak24 News Team
Advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..