November 22, 2024
KalTak 24 News
Gujarat

વાવ વિધાનસભા પેટા ચૂંટણી 2024ની મત ગણતરીની તૈયારીઓનું જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ કર્યું નિરીક્ષણ;જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ

image 66

Palanpur News: ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૦૭-વાવ વિધાનસભા મતવિભાગ પેટા ચૂંટણી-૨૦૨૪ની મતગણતરી તા.૨૩/૧૧/૨૦૨૪ના રોજ સરકારી ઈજનેરી કોલેજ, જગાણા, તા.પાલનપુર ખાતે હાથ ધરવામાં આવનાર છે.મતગણતરીની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલએ જનરલ ઓબ્ઝર્વરશ્રીની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે મતગણતરી કેન્દ્ર, સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને સી.સી. ટી.વી. સેન્ટરની મુલાકાત લીધી હતી.

 

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલ

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ૨૩ નવેમ્બરના રોજ સવારે ૮.૦૦ કલાકે મતગણતરીની શરૂઆત થશે જેમાં સૌથી પહેલા ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે જયારે ૮.૩૦થી ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરવામાં આવશે.આ મુલાકાત વેળાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, સુઈગામ પ્રાંત અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

Advertisement
Advertisement

 

Group 69

 

 

Related posts

એક રાખી દેશ કે જવાનો કે નામ/ દેશની સુરક્ષા સાચવતા સરહદના સંત્રીઓને ૧ લાખ રાખડીઓ દ્વારા ગુજરાતની આંગણવાડી બહેનોનું મળશે રક્ષા કવચ..

KalTak24 News Team

સુરતના જાગૃત યુવાન દ્વારા પોતાના જીવનના સાત મંગળફેરા સંગ સમાજને સપ્તપદીના 7 વચન-વાંચો અનોખી પ્રેરણારૂપી કંકોત્રી

Sanskar Sojitra

ધરમપુરમાં બસ-ટ્રક વચ્ચે ટક્કરમાં ત્રણના મોત, વડોદરા-સુરતમાં અકસ્માતે ચારના મોત નીપજ્યા

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..