Horoscope 25 October 2023, Daily Horoscope: 25 ઓક્ટોબર 2023,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.
Today Horoscope 25 October 2023 આજનું રાશિફળ
મેષ રાશિ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રસંશા થશે, પરંતુ સાથો સાથ તમારા દુશ્મની નિંદાઓ પણ વધશે. આવામાં તમારે જરાય પરેશાન થવાની જરૂર નથી. બસ તમારે તમારા કામ પર ફોકસ કરવાની જરૂર છે. જેનાથી બધું જ બરાબર થઈ જશે. કારણ કે ક્યારેય સારા કામનું ફળ ખરાબ નથી મળતું.
વૃષભ રાશિ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે ઘરના સભ્યો કે સંતાન વ્યવહારથી તમે દુઃખી રહેશો. પત્ની કે પ્રેમિકા પણ આવા પ્રકારના વ્યવહારથી તમને વ્યથિત કરી શકે છે, જેથી તમે મનોમન પરેશાન રહો. આજે ના છૂટકે પણ તમારે એવું કમ કરવું પડી શકે છે કે જે બીજા માટે અસુવિધાનજક હોય.
મિથુન રાશિ (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજે નોકરી કે વેપાર-ધંધામાં આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય બની શકે છે કે કોઈ કામ શરૂ કરવામાં વધુ સમય લેવો પડે. આ કારણે તણાવ વધી શકે છે, પરંતુ યાદ રાખજો કપરો સમય જતો રહે છે અને આ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે.
કર્ક રાશિ (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજે તમને વ્યવસાયમાં તમારા ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. નોકરીમાં બની શકે છે કે આજે કોઈ કારણથી તમારે વિવાદ થઈ જાય, આવી સ્થિતિમાં વાણી પર કાબૂ રાખવાની જરૂર છે. નહીં તો અનિશ્ચિતતાના કારણે માનસિક તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે.
સિંહ રાશિ (મ.ટ)
આ રાશિનાં જાતકો માટે છેલ્લાં કેટલાંક દિવસોથી તમે નાના-મોટા કામ બગડી જવાથી આશ્ચર્યમાં છો. બની શકે છે કે આજે તમારા આ કામમાં સુધારો આવી શકે. તેમ છતા પણ કોઈ ડર કે શંકાના કારણે તમારૂ મન અશાંત રહી શકે છે. બપોર બાદ કેટલીક દોડાધામ પછી થોડો લાભ મળી શકે છે.
કન્યા રાશિ (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારો સારો પસાર થશે. કાર્યક્ષેત્રમાં પણ સૌનો સહયોગ મળશે. જો શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રયાસ કરી રહ્યા હોવ તો આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. બપોર સુધીમાં આર્થિક સંકટ પણ પૂરૂ થશે, પરંતુ કાર્યક્ષેત્રમાં ધીમી ગતિના કારણે માનસિક તણાવ પેદા થઈ શકે છે.
તુલા રાશિ (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે હાલનો સમય કાર્યક્ષેત્રમાં અવર-જવરનો અને નિયમબદ્ધ કામ પૂરો કરવાનો ચાલી રહ્યો છે. આ દરમિયાન નજીકના લોકો ચિંતામાં વધારો કરી શકે છે. જો તમે પ્રેમ સંબંધમાં હોવ તો વહેલી તકે નિર્ણય લઇ લેજો, નહીં તો પાછળથી સમસ્યાઓ પેદા થઈ શકે છે. જીવનસાથી સાથે આજનો દિવસ સારો પસાર થશે.
વૃશ્ચિક રાશિ (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે કોઈ પ્રતિયોગી પરીક્ષા માટે તમારે તૈયાર રહેવું પડશે. જો તમે તમારા વ્યવસાય કે વેપાર સંબંધિત કોઈ કરાર કે લખાણનું કામકાજ કરવા માંગતા હોવ તો તેને બે જ દિવસમાં પુરૂ કરી લેજો. આ જ સમય તમારા માટે શ્રેષ્ઠ છે. પરિવારના સભ્યો સાથે આજનો દિવસ સારી રીતે પસાર થશે.
ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજે સવારથી જ પ્રતિકુળ દિવસ તમારા માટે રહેશે. આ સિવાય કાર્યક્ષેત્રમાં પણ તમારા પક્ષમાં કોઈ પરિવર્તન આવી શકે છે, જેના કારણે તમારો મૂડ પણ બગડી શકે છે, પરંતુ તમે ધૈર્યથી કામ લેજો. સાંજ સુધીમાં સ્થિતિઓ તમારા માટે અનુકૂળ બની જશે.
મકર રાશિ (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજે આરોગ્યની કાળજી લેજો. દિવસના પહેલા ભાગમાં વધુ પડતા કામ આવી પડશે. બની શકે ત્યાં સુધી મહત્વના કામો પહેલા પૂરા કરી લેવા. જેથી કોઈ નુકસાન ન વેઠવુ પડે. બપોર પછીનો સમય પડકારભર્યો રહી શકે છે. થતાં કામ અટકી જાય અને માનિસક તણાવ વધી શકે છે.
કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે એવરેજ રહેશે. વેપારમાં સ્થિતિ સુધરતી નજરે પડશે. કોઈ મોટા અધિકારીના સહયોગથી નોકરીમાં તમારી મજબૂતી વધશે. એટલે વિરોધ કરનારા અને તમારી ઈર્ષા કરનારા તમારૂ કંઈ પણ બગાડી નહીં શકે. રાતે પત્નીનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
મીન રાશિ (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજે આવક કરતા ખર્ચ વધુ થશે. આવામાં સંતુલન જાળવી રાખજો. ધ્યાન રાખજો કે, સારો મૂડ હોવાના કારણે એવું ન બને કે બીજાની મદદ કરવામાં તમે સારા નરસાનું ભાન ભૂલી જાવ. જરૂરિયાતમંદોની જ મદદ કરજો, નહીં તો અન્ય લોકો તમારા સ્વભાવનો લાભ ઉઠાવી શકે છે.
આજનું પંચાંગ
25-10-2023 બુધવાર
માસ આસો
પક્ષ શુક્લ
તિથિ અગિયારસ
નક્ષત્ર શતતારા બપોરે 1.29 પછી પૂર્વભાદ્રપદ
યોગ વૃદ્ધિ બપોરે 12.15 પછી ધ્રુવ
કરણ વિષ્ટિ ભદ્રા બપોરે 12.31 પછી બવ
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.)
શુભાંક – આજનો શુભ અંક છે 7
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય – આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 12.00 થી 1.30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ.કોમ આની પુષ્ટિ કરતુ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube