Gourav Vallabh Resignation: આજે લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના પ્રખર પ્રવક્તા પ્રો.ગૌરવ વલ્લભે રાજીનામું આપી દીધું છે. તેમને સોશિયલ મીડિયા પર એક પત્ર લખીને આ વાતની જાણકારી આપી છે.
ગૌરવ વલ્લભે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને એક પત્ર લખ્યો છે. જેને તેમને X પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટી આજે જે પ્રકારથી દિશાવિહીન થઈને આગળ વધી રહી છે, તેનાથી હું સહજતા અનુભવી શકતો નથી. હું ન તો સનાતન વિરોધી નારા લગાવી શકું છું અને ન તો સવાર-સાંજ દેશના વેલ્થ ક્રિએટર્સને ગાળો આપી શકું. એટલા માટે હું કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યો છું.’
कांग्रेस पार्टी आज जिस प्रकार से दिशाहीन होकर आगे बढ़ रही है,उसमें मैं ख़ुद को सहज महसूस नहीं कर पा रहा.मैं ना तो सनातन विरोधी नारे लगा सकता हूं और ना ही सुबह-शाम देश के वेल्थ क्रिएटर्स को गाली दे सकता.इसलिए मैं कांग्रेस पार्टी के सभी पदों व प्राथमिक सदस्यता से इस्तीफ़ा दे रहाहूं pic.twitter.com/Xp9nFO80I6
— Prof. Gourav Vallabh (@GouravVallabh) April 4, 2024
હું ભાવુક છુંઃ ગૌરવ વલ્લભ
ગૌરવ વલ્લભે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં કહ્યું, ‘હું ભાવુક છું. મન વ્યથિત છે. મારે કહેવું છે, લખવું છે, ઘણું કહેવું છે. પરંતુ, મારા મૂલ્યો મને એવું કંઈપણ કહેવાની મનાઈ કરે છે જેનાથી બીજાને દુઃખ થાય. તેમ છતાં, આજે હું મારા વિચારો તમારી સમક્ષ મૂકી રહ્યો છું, કારણ કે મને લાગે છે કે સત્ય છુપાવવું એ પણ ગુનો છે, અને હું આ ગુનાનો ભાગ બનવા માંગતો નથી.’
‘ હું પાર્ટીના સ્ટેન્ડથી અસ્વસ્થતા અનુભવી રહ્યો છું’
કોંગ્રેસ પ્રવક્તાએ આગળ લખ્યું, ‘હું ફાયનાન્સનો પ્રોફેસર છું. કોંગ્રેસ પાર્ટીનું સભ્યપદ મેળવ્યા બાદ પાર્ટીએ તેમને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યા. ઘણા મુદ્દાઓ પર પાર્ટીનું વલણ દેશના મહાન લોકો સમક્ષ શક્તિશાળી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હું પાર્ટીના સ્ટેન્ડથી અસ્વસ્થતા અનુભવી રહ્યો છું. જ્યારે હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો ત્યારે હું માનતો હતો કે કોંગ્રેસ દેશની સૌથી જૂની પાર્ટી છે. જ્યાં યુવા, બૌદ્ધિક લોકો અને તેમના વિચારોનું મૂલ્ય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મને સમજાયું કે પાર્ટીનું હાલનું સ્વરૂપ નવા વિચારો સાથે યુવાનો સાથે પોતાને સમાયોજિત કરવામાં સક્ષમ નથી.
પ્રોફેસર રહી ચૂક્યા છે ગૌરવ વલ્લભ
તમને જણાવી દઈએ કે ગૌરવ વલ્લભ રાજસ્થાનના ઉદયપુર અને ઝારખંડના જમશેદપુરથી વિધાનસભા ચૂંટણી લડી ચુક્યા છે. જોકે, તેમને બંને જગ્યાએથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઈકોનોમિક્સના પ્રોફેસર રહી ચૂક્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા સાથે તેમની એક ડિબેટ ઘણી વાયરલ થઈ હતી, જેમાં તેઓએ પાત્રાને પૂછ્યું હતું કે એક ટ્રિલિયનમાં કેટલા જીરો હોય છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube