પોલિટિક્સ
Trending

આજથી નેશનલ કોન્ફરન્સ ઓફ એજ્યુકેશન મિનિસ્ટર માં 10 થી વધુ શિક્ષણમંત્રીઓ પહોંચ્યા,જીતુ વાઘાણી અને મનિષ સિસોદીયા એક સાથે જોવા મળ્યા

ગાંધીનગર મહાત્મા મંદીર ખાતે નેશનલ કોન્ફરન્સ ઓફ એજ્યુકેશન મિનિસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. 1 અને 2 જૂન દરમિયાન નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર મહાત્મા મંદીર ખાતે નેશનલ કોન્ફરન્સ ઓફ એજ્યુકેશન મિનિસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. 1 અને 2 જૂન દરમિયાન નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ભાગ લેવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધમેન્દ્ર પ્રધાન પણ ગાંધીનગર પહોંચ્યા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. દેશના વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રી કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચી ગયા છે.  આ ઉપરાંત નેશનલ એજ્યુકેશન પોલિસીના સ્ટિયરીંગ કમિટીના ચેરમેન કે કસ્તુરીરંગન પણ ઉપસ્થિત રહેશે.

ગાંધીનગરમાં યોજાનાર નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સમાં તમામ રાજ્યના શિક્ષણ મંત્રીઓને આમંત્રણ આપાયું છે. ત્યારે 10 થી વધુ રાજ્યના શિક્ષણ મંત્રીઓ આજે આવી પહોંચ્યા છે. દિલ્હી શિક્ષણમંત્રીનું એરપોર્ટ પર આગમન થયું છે. ત્યારે એરપોર્ટ પર મનીષ સીસોદીયાએ જણાવ્યું હતું કે શિક્ષણ પોલીસીને લઈ ચર્ચા કરવામાં આવશે. કોરોનામાં નુકસાન થયું છે કઈ રીતે ભરપાય કરવા અંગે ચર્ચા કરાશે. નવું શિક્ષણ મોર્ડલ તૈયાર કરવામાં આવશે. જેનાથી વર્તમાન નહિ પરંતુ ભવિષ્યની પેઢીને પણ ફાયદો થાય.

ગુજરાતમાં આજથી નૅશનલ એજ્યુકેશન કોન્ફરન્સ: 10 થી વધુ શિક્ષણમંત્રીઓ પહોંચ્યા, મનીષ સીસોદીયાનું મહત્વપૂર્ણ નિવેદન

જો કે આ કાર્યક્રમ પહેલા જ સૌથી વધુ ચર્ચા ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાધાણી અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયાને લઈને થઈ રહી છે. આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને દિલ્હી શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા અને ગુજરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એક જ ગાડીમાં વિધા સમીક્ષા કેન્ડ જવા રવાના થયા હતી. થોડા દિવસ પહેલા ગુજરાતના શિક્ષણને લઈને મનિષ અને જીતુ વાઘાણી આમને સામને આવી ગયા હતા. વાત એટલે સુધી વધી ગઈ હતી કે, મનિષ સિસોદીયા જીતુ વાઘાણીના મતવિસ્તાર ભાવનગર ખાતે સરકારી શાળાઓ જોવા આવ્યા હતા.  આજના કાર્યક્રમમાં વિદ્યા સમિક્ષા કેન્દ્રની તબક્કાવાર પ્રતિનિધિ મંડળો મુલાકાત લેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રી તથા અધિકારીઓ કરશે સૌજન્ય મુલાકાત કરશે.અને ડિનરનુ આયોજન કરવામાં આવશે.

ધર્મેન્દ્ર પ્રધાન સહિત તમામ આમંત્રિતો ગાંધીનગર ખાતેના વિદ્યા સમિક્ષા કેન્દ્ર, બાયસેગ, PDEU અને NFSUની મુલાકાત પણ લેશે. તમામ રાજ્યોમાં ગુજરાત જેવા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઊભા કરવા કેન્દ્ર સરકારે સૂચના આપી છે, જ્યાં શિક્ષણ વ્યવસ્થાનું મોનિટરિંગ કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ પણ તાજેતરમાં જ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. 

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button