April 8, 2025
KalTak 24 News
EntrainmentGujarat

કોમેડી ક્વીન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ પોતાના દીકરા લક્ષસિંહ (ગોલા)ની અંબાજીમાં બાબરી ઉતરાવી,માતાજીનાં દર્શન કરી ધજા ચઢાવી,જુઓ VIDEO

Comedian Bharti Singh and Harsh Limbachia visited Ambaji with their family

Ambaji: શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં વિશ્વના અલગ અલગ દેશોથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી મંદિરમાં નેતાઓ, બોલીવૂડ સેલિબ્રિટી સહિત ઘણા ભક્તો દર્શન કરવા આવે છે. ત્યારે આજરોજ બોલીવૂડની જાણીતી કોમેડી ક્વીન ભારતી સિંહ (Bharthisingh) પોતાના પતિ સાથે દીકરા લક્ષસિંહ(ગોલા)ની બાબરી ઉતારાવા અંબાજી આવી હતી.

 

જુઓ VIDEO: 

 

કોમેડી કપલ દીકરાની બાબરી માટે અંબાજી આવ્યા

ઘણા ભક્તો પોતાના સંતાનોની બાબરી ઉતરાવવા માટે અંબાજી આવતા હોય છે. ગુજરાતમાં સૌથી વધુ બાબરી બહુચરાજી અને અંબાજી ખાતે ઉતરે છે. ત્યારે આજરોજ અંબાજીના માન સરોવર ખાતે બોલીવુડની જાણીતી કોમેડી ક્વીન ભારતી સિંહ પોતાના પતિ હર્ષ લિંબાચિયા અને દિકરા લક્ષસિંહ સાથે સવારે અંબાજી આવ્યા હતા. જ્યા તેમણે માન સરોવર ખાતે પોતાના દીકરાની બાબરી ઉતરાવી હતી.હર્ષ અને ભારતી અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરવા અવારનવાર આવતા હોય છે.

હર્ષ લિંબાચિયાની બાબરી પણ અંબાજી ખાતે જ ઉતરી હતી

અંબાજીના માન સરોવર ખાતે બોલીવૂડની જાણીતી કોમેડી કલાકારે પોતાના સંતાનની બાબરી ઉતરાવી હતી. અંબાજી ખાતે બાબરી ઉતરાવીને તેઓ અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોચ્યાં હતાં અને અંબાજી મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી. અંબાજી મંદિરમાં માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના પણ આશીર્વાદ લીધા હતા. હર્ષ લીમ્બાચીયાના પપ્પાએ જણાવ્યું હતું કે મારા પુત્રની બાબરી પણ વર્ષો પહેલા અંબાજીના માન સરોવર ખાતે ઉતરાવી હતી અને આજે આ પરંપરા અમે ચાલુ રાખી છે.3 એપ્રિલ 2022 ના રોજ મુંબઈ ખાતે જન્મેલા લક્ષસિંહ ભારતી સીંઘ અને હર્ષ લીમ્બાચીયા નું પ્રથમ સંતાન છે.. હર્ષ અને ભારતી અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરવા અવારનવાર આવતા હોય છે.

‘ભારતીએ માતાજીનું ભજન ગાયુ’

અંબાજી ખાતે નાના બાળકો સાથે હર્ષ અને ભારતીએ ખુબજ પ્રેમથી વાતચીત કરી હતી અને અંબાજીના વનરાજી રિસોર્ટ ખાતે પણ થોડા સમય માટે રોકાણ કર્યું હતું. સાથે ભારતીએ માતાજીનું ભજન પણ ગાયુ હતું અને હર્ષે પોતાની અંબાજી સાથે જોડાયેલી જુની યાદોને ફરી યાદ કરી ભાવુક થયો હતો. અહીં નાના બાળકો સાથે પણ ભારતી અને હર્ષે ફોટા પડાવ્યા હતા.

 

 

 

[web_stories title=”true” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”WEB STORIES” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”left” number_of_columns=”1″ number_of_stories=”6″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /

Related posts

ગોપાલ ઈટાલીયા એ કહ્યું, સરકારની જાહેરાત ચૂંટણી લક્ષી, ગ્રેડ પે કેજરીવાલની સરકાર અપાવશે

KalTak24 News Team

રાજકોટ/ ગોંડલ નેશનલ હાઇવે પર સર્જાયો ભયંકર અકસ્માત,સ્વિફ્ટ અને બોલેરો વચ્ચે ટક્કર થતા 4 યુવકોના કરુણ મોત

KalTak24 News Team

સુરતના ડીંડોલી પોલીસે વૃદ્ધાશ્રમમાં ધૂળેટીની અનોખી ઉજવણી કરી;ધુળેટીના રંગો લગાવી તેમજ મીઠાઈ ખવડાવી ધૂળેટી પર્વની ઉજવણી

Mittal Patel