September 14, 2024
KalTak 24 News
Religion

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શનિવારે નિમિત્તે પ્રિય સુખડીનો અન્નકુટ ધરાવાયો, હજારો ભક્તોએ કર્યા દર્શન..,જુઓ ફોટોઝ

Sukhdi Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

Sukhdi Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી તારીખ 25-05-2024ને શનિવારના રોજ સવારે 5:45 વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા સવારે 7.30 વાગ્યે શણગાર આરતી કરવામાં આવી હતી. જેનો લાભ હજારો ભક્તોએ લીધો હતો.

Sukhdi Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

200 કિલો સુખડીનો અન્નકૂટ ધરવાયો

વડતાલધામ દ્રિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્રિય 200 કિલો સુખડીના પ્રસાદનો અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો છે. આ સાથે જ દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

Sukhdi Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

આજે દાદાને સિંહાસને કરાયેલાં શણગાર અને સુખડીના અન્નકુટ અંગે પૂજારી ધર્મકિશોર સ્વામીએ જણાવ્યું કે, “વડતાલ દ્રિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં આજે દાદાને 200 કિલો સુખડીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો છે. ભક્તોને આ સુખડીનો પ્રસાદવિતરણ કરવામાં આવશે. દાદાના સિંહાસનને 100 કિલો ગુલાબના ફુલનો શણગાર કરવામાં આવ્યો છે. ગુલાબના ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. સંતો, પાર્ષદ અને ભક્તો સહિત 6 લોકોએ 4 કલાકની મહેનતે આ શણગાર કરવામાં આવ્યો છે.”

Sukhdi Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

 

Group 69

 

 

[web_stories title=”true” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”WEB STORIES” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”left” number_of_columns=”1″ number_of_stories=”6″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /

Related posts

આજનું રાશિફળ/ 01 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આ જાતકોના જીવનમાં મહત્વનું પરિવર્તન આવી શકે છે, માન-સન્માન વધશે,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

Vastu Tips : જો આપનું ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં છે તો તમારા આ ઉપાયથી નકારાત્મક અસરને દૂર કરો,વાસ્તુશાસ્ત્રથી કરો દૂર..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 11 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

KalTak24 News Team