ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામને માત્ર ત્રણ જ દિવસ થયા છે અને આમ આદમી પાર્ટીમાં ભંગાણના સમાચાર સામે આવ્યા છે. ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો મેળવી છે જ્યારે કોંગ્રેસને 17 અને આપને 5 બેઠકો મળી છે. આમ આદમી પાર્ટીના આ પાંચ વિજેતા ઉમેદવારોમાંથી વિસાવદર બેઠક પર ભાજપના હર્ષદ રિબડિયાને હરાવનારાના આપના ભૂપત ભાયાણી કેસરિયો કરશે તેવા અહેવાલ હતા, જોકે ભૂપત ભાયાણીએ એ વાતને પાયા વિહોણી ગણાવી છે અને કહ્યું છેકે, હું ભાજપમાં જોડાવાનો નથી, હું આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી શકું નહીં.
આપનાં ધારાસભ્ય ભુપત ભાયાણીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યુ કે, હજુ ભાજપમાં જોડાવવાનો કોઇ એવો નિર્ણય કર્યો નથી. આ વાત અફવા છે. મને પાટીલ અને પીએમ મોદીએ શુભકામના આપી છે. જેનો અર્થ એમ નથી કે હું તેમની સાથે છું. આ ઉપરાંત તેમણે જમાવ્યુ કે, મારી જનતા, ખેડૂતોને કહેશે તે પ્રમાણે નિર્ણય કરીશ. હું જોડવવાનો છું એવું હજુ સ્પષ્ટ નથી. મારે હજી મારી જનતાને મળવાનું બાકી છે. મારી જનતા જે કહેશે એ પ્રમાણે નિર્ણય કરીશ.
આ ઉપરાંત તેમણે વિજયભાઇ રૂપાણી સાથેનાં સંબંધ અંગે જણાવ્યુ કે, અમારો વિજય રૂપાણી સાથે પરિવાર જેવા સંબંધો છે. જેનો અર્થ એવો નથી કે, મને ભાજપનું સમર્થન છે. મારી જનતા કહેશે તે પ્રમાણે નિર્ણય કરીશ.
આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્રભાઈ ભાયાણી વિસાવદર વિધાનસભા બેઠક જીત્યા હતા. ભુપેન્દ્રભાઈ ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડીયાને હરાવી આ બેઠક પોતાને નામ કરી હતી. આ દરમિયાન ભૂપેન્દ્રભાઈ ભાયાણીને 66,210 મત મળ્યા હતા. જ્યારે બીજી બાજુ હર્ષદ રિબડીયાને 59,417 મત મળ્યા હતા. આવી રીતે AAPના ભૂપેન્દ્રભાઈ ભાયાણી વિસાવદર પર પોતાની જીતનો પરચમ લહેરાવ્યો છે.
2022માં હર્ષદ રિબડિયાને હરાવ્યા
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી વિજયી થયા છે. તેમણે કોંગ્રેસમાંથી તાજેતરમાં જ ભાજપમાં આવેલા અને વિસાવદરના ઉમેદવાર એવા હર્ષદ રિબડિયા તથા કોંગ્રેસના કરશન વડોદરિયાને હરાવ્યા હતા. વિસાવદર બેઠક પર આ બન્ને ઉમેદવારોને હરાવીને તેઓ જાયન્ટ કિલર સાબિત થયા હતા.
સરપંચથી શરૂ કરેલી સફર ગાંધીનગર પહોંચી
ભૂપત ભાયાણીએ સરપંચ તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ હતી. તેઓ એક સમયે ભાજપના કદાવર નેતા તરીકે જાણીતા હતા પરંતુ તેમણે કોઇ કારણસર ભાજપ છોડ્યું અને આમ આદમી પાર્ટીમાં છેલ્લા બે વર્ષથી જોડાયા હતા. વિધાનસભાની ચૂંટણી પહેલા જ તેઓ લોકોના સીધા સંપર્કમાં રહ્યાં હતા અને આમ આદમી પાર્ટીના વિચારોથી લોકોને અવગત કરી જનસમર્થન મેળવ્યું હતું. તેમનું નેતૃત્વ અને લોકો સાથેના સંપર્કના કારણે આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર તેમને ટિકિટ આપી હતી અને તેઓ વિજયી થયા છે. રાજકીય ઉપરાંત તેઓ ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા, સામાજીક કાર્યો, ગૌચરના વિકાસ કાર્યો, ખેડૂતો અને શ્રમિકોના પ્રશ્નો સહિતના કાર્યો માટે પણ આ પંથકમાં જાણીતા છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp