- જીલ્લા શિક્ષણઅધિકારીની તપાસમાં સામે આવી ઘટનાં
- આણંદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસ
- કરમસદની સરદાર વિદ્યામંદિરમાં માસ કોપી કેસની ઘટનાં
Gujarat Board Exam 2024: ધોરણ 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલ હાઇસ્કૂલ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના સામે આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત દરમિયાન સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ સમગ્ર મામલે કાર્યવાહી કરતા પરીક્ષા કેન્દ્રના 50ના સ્ટાફને સામુહિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નવા સ્ટાફ સાથે પરીક્ષા શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલાની ગાંધીનગર શિક્ષણ વિભાગમાં જાણ કરવામાં આવી છે.
શિક્ષણ અધિકારીને જોઈ અજાણ્યો યુવક ભાગી ગયો
હાલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જેમાં કરમસદના પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના સામે આવી હતી. જેમાં એક વ્યક્તિ બારી પાસે ઉભો હતો અને પરીક્ષા ખંડમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને ચોરી કરાવી રહ્યો હતો. એ જ સમયે જિલ્લા શિક્ષણ અધિકારી આ સેન્ટરની મુલાકાતે ગયા હતા અને ચોરી કરાવી રહેલા વ્યક્તિને જોઇ ગયા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીને જોઇને ચોરી કરાવી રહેલી વ્યક્તિએ ભાગી ગયો હતો.
જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી
માસ કોપી કેસની ઘટનાને લઇને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શિક્ષણ વિભાગના નિયમોના આધારે કાર્યવાહી હાથ ધરી સરદાર વલ્લભભાઈ પટેલ હાઇસ્કૂલ પરીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવી રહેલા 50ના સ્ટાફને સામુહિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમના સ્થાને નવા સ્ટાફને મુકવામાં આવ્યો છે અને આજે નવા સ્ટાફની હાજરીમાં પરીક્ષા લેવામાં આવી છે.
શિક્ષણ વિભાગ એકશન મોડમાં
સમગ્ર ઘટનાની જાણ શિક્ષણ વિભાગ ગાંધીનગરને પણ કરવામાં આવી છે,શિક્ષણ વિભાગના મંત્રી પ્રફુલ પાનસેરિયાનું કહેવું છે કે,આ ઘટનાને લઈ વધુ તપાસ હાથધરવામાં આવી છે,કેટલા દિવસથી આ રીતની ચોરી થઈ હતી,તેનો પણ પ્રાથમિક રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે,તો કોણ વિધાર્થીઓને ચોરી કરવાતું હતું તેની પણ તપાસ કરવામાં આવશે.તો જે સેન્ટર છે તેની બેદરકારી સામે આવી છે,તો સેન્ટરના સંચાલકને પણ બક્ષવામાં આવશે નહી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube