December 6, 2024
KalTak 24 News
Gujarat

AAPના પક્ષપલટુ કોર્પોરેટરે આપ્યું મોટું નિવેદન,અઠવાડિયામાં વધુ આટલા કોર્પોરેટર ભાજપમાં જોડાશે?

સુરત(Surat): આમ આદમી પાર્ટી(AAP)ના કોર્પોરેટર કનુ ગેડીયા(Kanu Gedia) આપનો છેડો ફાડીને ભાજપ(BJP)માં જોડાઈ ગયા હતા. ત્યાર પછી શુક્રવારના રોજ પહેલી મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં તેઓ ભાજપ પક્ષ તરફથી સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પક્ષ પલટુ કરનાર કોર્પોરેટર કનુ ગેડીયા એ ઓપરેશન ડિમોલેશન હેઠળ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઓપરેશન ડીમોલેશન હેઠળ એક જ રણનીતિ છે, વિરોધ પક્ષને ખતમ કરવાને લઈને મોટું નિવેદન આપ્યું હતું. વિરોધ પક્ષને ખતમ કરવાની તે માટે એક અઠવાડિયામાં આપના વધુ ચાર કોર્પોરેટર ભાજપમાં જોડાય જશે અને વિરોધ પક્ષ ખતમ થઈ જશે.

મહત્વનું છે કે,સુરતનું રાજકારણમાં દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી માટે છેલ્લા થોડા દિવસોથી ખૂબ જ ભારે દિવસો ચાલી રહ્યા છે. આપમાંથી 27 માંથી 12 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા અને એક કોર્પોરેટરને સસ્પેન્ડ કરી દેવાયા બાદ આમ આદમી પાર્ટી પાસે 14 કોર્પોરેટરો બચ્યા છે,તે તમામ પાટીદાર છે.

ત્યારે પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરો પૂર્વ પક્ષને મનપામાંથી ખતમ કરી દેવાની રણનીતિ ઘડી રહ્યા છે. કનુ ગેડીયાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, ઓપરેશન ડિમોલિશન અંતર્ગત પક્ષ પલ્ટુ કોર્પોરેટર કનુ ગેડિયાએ તમામ કોર્પોરેટરોને આપમાંથી ભાજપમાં જોડાયા હોવાનો દાવો કર્યો હતો. ત્યારે આ ઓપરેશન હજુ પૂર્ણ થયું નથી, ઓપરેશન ડિમોલિશન અંતર્ગત સુરત કોર્પોરેશનમાંથી વિરોધ પક્ષ ખતમ કરી દેવા માટેની યોજના કરાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીમાં 14 કોર્પોરેટરો બચ્યા છે. તેમાંથી ચાર કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જાય તો ફક્ત તેમની પાસે 10 કોર્પોરેટરો જ રહેશે અને વિરોધ પક્ષ પડી જશે.ત્યારે સુરત મહાનગરપાલિકાની 120 બેઠકમાંથી 10% લેખે વિરોધ પક્ષ પાસે 12 કોર્પોરેટરો હોવા જરૂરી છે. જેથી 4 કોર્પોરેટરો જો પક્ષ પલટો કરશે તો આમ આદમી પાર્ટી પાસે વિપક્ષની જરૂરિયાત કરતા ઓછું સંખ્યા બળ થઈ જશે.

કોર્પોરેટર કનુ ગેડિયાએ મોટા દાવો કર્યો હતો કે,આપના કોર્પોરેટરોને પક્ષ બદલવા લોકોને અમે વિકાસના કામો અને પોતાની કારકિર્દી બને માટેની વાતો કરી રહ્યા છીએ. અમે કોર્પોરેટરોને તેમના ક્ષેત્રમાં કઈ રીતે વિકાસના કામો થશે તે સમજાવી રહ્યા છીએ. તેમને મળી તેમના મતદાતાઓને મળી સંબંધીઓને મળી કાર્યકર્તાઓને મળી તમામને વિશ્વાસમાં લઈને આ કામ કરી રહ્યા છે. આવનાર એક અઠવાડિયામાં ચાર કોર્પોરેટરો ભાજપમાં આવી જશે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

Related posts

સુરતમાં પથ્થરમારાના કેસમાં ધરપકડ કરાયેલા લોકોના નામની યાદી: 3 FIR ના 26ની ધરપકડ અને અન્ય 250-300 અજાણ્યા ટોળા સામે ફરિયાદ

KalTak24 News Team

મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન, CM ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી કાર્યાલયના કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા

KalTak24 News Team

Bhavnagar: ભાવનગરમાં ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ તામિલનાડુની બસ, 8 કલાકના દિલધકડ રેસ્કયુ બાદ તમામ દર્શનાર્થીને બચાવી લેવાયા

KalTak24 News Team
advertisement