Ankleshwar GIDC Blast : અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં સ્ટીમ પ્રેસર પાઇપ ફાટડા પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ પગલે નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારોના મોત નીપજ્યાં હોવાના અહેવાલ છે. બ્લાસ્ટના પગલે અફરા-તફરી મચી ગઇ હતી. બનાવની જાણ થતાં સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમના ફાઇટરો અને પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયો
બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, અંકલેશ્વર જીઆઇડીસીમાં ડેટોક્સ ઇન્ડિયા કંપની આવેલી છે. આ કંપનીમાં બપોરના સમયે એકાએક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જોરદાર અવાજ થતાં જ કંપનીમાં હાજર સૌ કોઈમાં નાસભાગ મચી ગઈ હતી. કંપનીના એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવાયું છે. અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે.જ્યારે બ્લાસ્ટની ઘટનામાં નજીકમાં જ કામ કરી રહેલા ચાર કામદારોના મોત થયા હોવાની માહિતી મળવા પામી છે.
ફાયર, સેફટી એન્ડ હેલ્થ અને પોલીસકાફલો ઘટનાસ્થળે
ડેટોક્સ ઇન્ડિયા કંપનીના એમ ઈ પ્લાન્ટમાં ટીમ પ્રેસર પાઇપ ફાટતા આ બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતા જ તંત્ર દોડતું થયું હતું. જેમાં ફાયર ફાયટરો સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમો તેમજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે .બ્લાસ્ટની માહિતી મળતા જ બહાર લોકોના ટોળા તથા કામદારોના પરિવારજનો પણ કંપની બહાર એકઠા થયા હતા. હાલ વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે હાલના તબક્કે ચારના મોત જ્યારે કેટલાકને ઇજા થતાં ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ…
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube