5 killed in an accident near Hansot in Bharuch:રાજ્યમાં વધતા જતા અકસ્માતના ચિંતાજનક બનાવવાની વણઝાર વચ્ચે આજે ભરૂચના હાંસોટ તાલુકાનો માર્ગ રક્તરંજીત બન્યો છે. જેમાં હાંસોટ પંથકના અલવા ગામે બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં ચાર લોકોને કાળ આંબી જતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. ત્રણ મહિલા અને એક પુરુષના મોતને પગલે સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જો કે આ અકસ્માત દરમિયાન કારમાં સવાર એક બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.
અકસ્માત અંગેની મળતી માહિતી અનુસાર, ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે બે કાર સામ સામે જોરદાર અથડાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, કારમાં બેસેલા 5 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા. જો કે, કારમાં સવાર બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બંને કારના ફુરચેફુરચા નીકળી ગયા હતા. બનાવ અંગેની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં જ્યારે ગાડીનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર તમામ વયસ્કો મોતને ભેટ્યા હતા ત્યારે માત્ર 2 વર્ષ નો બાળક યુસુફ દિલાવર પટેલ કાળને હાથ તાળી આપી ચમત્કારિક રીતે બચી ગયો હતો. અકસ્માતગ્રસ્ત વરના ગાડીમાંથી 2 વર્ષીય યુસુફને લોકોએ સાવચેતી પૂર્વક બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે હાંસોટ અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ શિફ્ટ કર્યો હતો. આ અકસ્માતમાં બચી ગયેલ 2 વર્ષીય યુસુફ ની માતા, માસી અને નાના નાનીના મોત નીપજ્યા હતા.
બીજી બાજુ અકસ્માતમાં કારના કુરચેકુરચા ઉડી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. હ્યુન્ડાઈ વેન્યુ કાર રજિસ્ટર નંબર GJ. 16. DG. 8381 અને GJ.06.FQ.7311 નંબરની હ્યુન્ડાઈ વર્ના કાર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. હ્યુન્ડાઈ વેન્યુ ભરૂચના હિરેન્દ્રસિંહ અને હ્યુન્ડાઈ વર્ના કાર ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઇક્રામભાઈ આ નામે નોંધાયેલ છે. વાયુવેગે આવતી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યા બાદ આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. જેને લઈને સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતા. બીજી બાજુ અકસ્માતને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
અકસ્માતની ઘટનામાં બંને કારને ખૂબજ નુકસાન થયું છે. જેમાં વર્ના કારમાં સવાર પાંચ લોકોના મોત નિપજ્યા છે. પરંતુ, સામે વેન્યૂ કારમાં એરબેગ ખુલ્લી જવાના કારણે કારમાં સવાર લોકોના જીવ બચી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
બે કાર વચ્ચે જે અકસ્માત થયો છે. તેમાં વર્ના કારમાં સવાર ઈમ્તિયાઝભાઈ પટેલ, તેમના પત્ની સલમાબેન પટેલ, ઈમ્તિયાઝભાઈના પુત્રી મારિયા દિલાવર પટેલ અને બીજી દીકરી અફિફા સફવાન ઈલ્યાસ અફીણી અનેન ઈમ્તિયાઝભાઈના ભાભી જમિલા પટેલના મોત નિપજ્યા છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube