April 8, 2025
KalTak 24 News
Gujarat

એક રાખી દેશ કે જવાનો કે નામ/ દેશની સુરક્ષા સાચવતા સરહદના સંત્રીઓને ૧ લાખ રાખડીઓ દ્વારા ગુજરાતની આંગણવાડી બહેનોનું મળશે રક્ષા કવચ..

  • દેશની સુરક્ષા સાચવતા સરહદના સંત્રીઓને 1 લાખ રાખડીઓ દ્વારા ગુજરાતની આંગણવાડી બહેનોનું રક્ષા કવચ મળશે
  • “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત રાજ્યની 53 હજાર આંગણવાડીઓની બહેનો સૈનિકોને રાખડીઓનો કળશ અને શુભેચ્છાઓ મોકલશે.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુ બાબરીયાની પ્રેરક ઉપસ્થિતીમાં રાખડી કળશ અર્પણ સંપન્ન

Gandhinagar News: દેશની સુરક્ષા સાચવતા આપણા સરહદના સંત્રીઓ એવા સૈનિકો-જવાનોને ૧ લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ રક્ષાબંધનના પવિત્ર તહેવારે પહોંચાડવાનો પ્રશસ્ય અભિગમ ગુજરાતની આંગણવાડી બહેનોએ અપનાવ્યો છે.દેશના ફરજપરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હોય છે.


ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી છે એવો તેમને અહેસાસ આપવાનો સરાહનીય પ્રયોગ “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત ગુજરાતે કર્યો છે.આ હેતુસર રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓની બહેનોએ ૧ લાખ ત્રણ હજારથી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યુ છે.

 


Image

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આ રક્ષા સુત્રના આ રાખડી કળશ સરહદના જવાનો સુધી પહોંચાડવા માટે 16 મરાઠા લાઈટ ઈન્ફ્રન્ટ્રીના લેફટનન્ટ કર્નલ રાકેશ કુમાર અને સબ મેજર જનરલ સંતોષ કામટેને અર્પણ કર્યા હતા.

Image

તાપ, ટાઢ, વરસાદ કે કોઈપણ કપરી પરિસ્થિતીમાં અડિખમ રહીને દેશની સીમાઓ સાચવતા અને ઘર પરિવારથી જોજનો દૂર ફરજરત રહેતા વીર સૈનિકો-જવાનોના દિર્ઘાયુની શુભેચ્છાઓ અને પ્રાર્થના સાથેના આ રાખડીઓ વીર સૈનિકોને ગુજરાતની બહેનોના તેમના પ્રત્યેના સ્નેહની અનુભુતિ કરાવતી રહેશે.

Image

આ કળશ અર્પણ વિધિમાં મહિલા અને બાળ વિકાસ સચિવ તથા કમિશ્નર શ્રી રાકેશ શંકર, આઈ.સી.ડી.એસ. કમિશ્નરશ્રી રણજીતકુમાર સિંહ, નાયબ સચિવ શ્રીમતી કુમુદબેન યાજ્ઞીક તેમજ આંગણવાડી કાર્યકર અને સુપરવાઈઝર બહેનો પણ ઉપસ્થિત રહી હતી.

 

 

 

 

Related posts

બોટાદ/ કારતક માસના બીજા શનિવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ગુલાબ,ગલગોટા અને સેવંતીના 200 કિલો ફુલોનો કરાયો દિવ્ય શણગાર;હજારો લોકોએ કર્યો દર્શન

Sanskar Sojitra

શું આપ આપના મતવિસ્તારના ઉમેદવાર વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગો છો?, KYC – ‘Know Your Candidate’ એપ્લિકેશન દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવારની માહિતી મેળવી શકાશે

KalTak24 News Team

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ મંગળવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સૂર્યદેવની થીમવાળા વાઘા અને સિંહાસને 9 ગ્રહનો કરાયો દિવ્ય શણગાર

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં