Rahu Ketu Pooja in Srikalahasti Temple: તિરુપતિના શ્રીકાલાહસ્તી મંદિરમાં રવિવારના રોજ 30 જેટલા રશિયન પ્રવાસીઓ રાહુ-કેતુની પૂજા કરી હતી. તમામ લોકોએ વિધિ વિધાનથી ભગવાનને પ્રસાદ ચઢાવ્યો હતો.
જુઓ VIDEO:
રિપોર્ટ પ્રમાણે, તમામ મુસાફરો એક દિવસ પહેલા જ મંદિર સંકુલમાં પહોંચ્યા હતા. ત્યાં હાજર વિદ્વાનોથી આ પૂજા વિશે જાણીને વિધિ વિધાનથી પૂજા કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, તમામ મુસાફરો ભારતીય વેશભૂષામાં જોવા મળી રહ્યા છે અને નિયમિત મંત્રોના જાપ સાથે પૂજામાં સામેલ થઈ રહ્યા છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. માન્યતા છે કે, જો કુંડળીમાં આ બંને ગ્રહોની સ્થિતિ યોગ્ય ન હોય તો જીવનમાં ઘણી ઉથલપાથલ થઈ શકે છે. બંને ગ્રહો રાજાને રંક બનાવી શકે છે. તેના પ્રભાવથી વ્યક્તિ ખોટા નિર્ણય કરવા લાગે છે. સમગ્ર પરિવાર પર પ્રતિકૂળ અસર થાય છે અને પતન શરૂ થઈ જાય છે. એ માટે લોકો રાહુ-કેતુની પૂજા કરાવે છે. ભારતીય પરંપરાઓમાં આ પૂજાનું એક ખાસ મહત્વ છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube