April 8, 2025
KalTak 24 News
Gujarat

અમરેલી માં અવિરત મેઘમહેર,અનેક સ્થાનિક નદીઓ બે કાંઠે વહેવા ને કારણે વાહનવ્યવહાર ખોરવાયો

અમરેલી(Amreli) :  ગુજરાત(Gujarat) રાજ્યમાં ધમાકેદાર મેઘ મહેરના પગલે મોટાભાગના ગામડાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં લીલીયા(Liliya) ગ્રામીણ ક્ષેત્રે વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે પુંજાપાદર(Pujapadar)ની સ્થાનિક નદી બે કાંઠે વહેતા માર્ગ(Road) બંધ કરવા ફરજ પડી છે. નોંધનીય છે કે અહીં પ્રાથમિક શાળા(School)માં પાણી ભરાઈ જતા હાલાકી સર્જાઈ છે. તેવામાં અત્યારે વરસાદે વિરામ લીધો છે પરંતુ ભારે વરસાદ ને કારણે પાણી ભરાયા હતા તે પાણીને ઓસરવામાં ઘણો સમય લાગી રહ્યો છે.

ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતા
અમરેલીના લીલીયા પંથકમાં સતત વરસાદ વરસતો હોવાથી નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. જેના પગલે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. અહીં ખેડૂતોની સ્થિતિ પણ દયનીય થઈ ગઈ છે. તો બીજી બાજુ વાઘણીયાની પ્રાથમિક શાળાની અંદર પાણી ભરાઈ જતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સતત વરસાદને કારણે વાહનવ્યવહાર ખોરવાયો
અહીં સતત વરસાદ ખાબકતો હોવાથી હવે મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જેના પગલે જોવા જઈએ તો હવે ઘણા વિસ્તાર નો વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. જાણીયે તો કયા કયા પંથકો પર જવાનો માર્ગ હાલમાં બંધ છે….

  • ભારે વરસાદના પગલે લીલીયાથી પુંજાપાદર જવાનો માર્ગ બંધ થઈ ગયો છે.
  • સાવરકુંડલાથી રંઘોલા જવાનો માર્ગ પણ અત્યારે બંધ થઈ ગયો છે.
  • લીલીયાના સનાળિયા(Sanaliya)થી ભેંસાણ જવાનો માર્ગ પણ અત્યારે બંધ થઈ ગયો છે.

જો ગુજરાતનું હવામાન અપડેટ(Weather Update) ની વાત કરીએ તો ….
રાજ્યભરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 205 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તેમાં પણ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે હજુ પણ આગામી 3 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ પર એક નજર કરીએ તો ખેડબ્રહ્મામાં 6 ઈંચ, સાયલામાં 3.77 ઈંચ, નવસારી તથા મોડાસામાં પણ 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 110 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. પરિણામે રાજ્યના નદી-નાળા છલકાઈ ગયા છે.

Input : હિરેન રવિયા(City Watch News)

આ પણ વાંચો :-

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

સુરત/ ગેસની બોટલનું રેગ્યુલેટર બદલતી વખતે દીવાની જ્યોતથી લાગી આગ,જનેતાનું મોત, પુત્ર-વહુ દાઝ્યાં

KalTak24 News Team

સુરત/ વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૮માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી…

KalTak24 News Team

સુરતના વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક પત્ર; જનતાને ખાડારાજના ત્રાસમાંથી મુક્ત કરાવવા MLAએ મ્યુનિસિપલ કમિશનરને લખ્યો પત્ર

KalTak24 News Team